વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-09 17:38:42
  • Views : 518
  • Modified Date : 2023-03-09 17:38:42

છેલ્લા ઘણા દિવસોથી ઉષ્ણતામાન વધી જતાં દેશનાં ફળ, શાકભાજી, ઘઉં વગેરેના પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે. કેરીના ખેડૂતોએ તો પહેલેથી જ ફરિયાદ કરી છે કે ઓચિંતો કસમયનો ઉનાળો ચાલુ થઈ જતાં કેરીના મોર અને કાચાં ફળ ખરી ગયાં છે. આ ઉપરાંત લીચી, ખાટાં ફળો, તરબૂચ, કેળાં અને કાજુના પાકને પણ નુકસાન થઇ શકે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ ઉપરાંત શાકભાજીમાં કોબી, ફલાવર, પાંદડાવાળા શાકભાજી અને ટામેટાં વગરેનાં કદ અને પોષણમૂલ્યમાં ઘટાડો જોવા મળી શકે, એમ તેમનું કહેવું છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ (આઈઆઈએચઆર) બૅંગ્લોરના ડાયરેક્ટર એસ. કે. સિંઘે જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં ઉષ્ણતામાન અચાનક વધી જતાં વિવિધ ફળો અને શાકભાજીના પાકના ઉત્પાદનમાં 10થી 30 ટકાનું નુકસાન થવાની શક્યતા છે.

મહારાષ્ટ્રની  પ્રખ્યાત અને મોંઘી આફૂસ કેરીના પાકને 40 ટકા નુકસાન જવાની સંભાવના છે એમ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. 

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, વધુ ગરમીની સાથે વધુ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફંગસ અને જીવાતનું પ્રમાણ વધ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે હોળી આસપાસ ધીરેધીરે ઉષ્ણતામાન વધતું હોય છે, પણ આ વર્ષે જે શિયાળો પૂરો થયો કે તરત જ ઉષ્ણતામાન તીવ્રપણે વધી ગયું.

ગત ફેબ્રુઆરી મહિનો દેશનો અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ હતો. ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ ઉષ્ણતામાન 29.5 ડિગ્રી સેલ્સિયસ હતું જે એક વિક્રમ છે.

કૃષિ સંબંધિત માહિતી આપતી એઆઈ લૅબ ક્રોપિનના વડા પ્રવીણ પંકજાક્ષણે જણાવ્યું હતું કે અત્યારે રાત અને દિવસના તાપમાનમાં ઝાઝો તફાવત નથી એટલે દિવસે તાપથી શેકાતા પાકને રાત્રે પણ ખાસ ઠંડક મળતી નથી.

આ વર્ષે શાકભાજી અને ફળોનો પુરવઠો અનિયમિત રહેશે. કેમ કે ક્યારે જલદી પાકી જાય તો બજારમાં માલના ઢગલા થઈ જાય અને કોઈ વાર પાક ઓછો ઉતરે તો બજારમાં ખેંચ પડે. આમ અનાજ, ફળ, શાકભાજી વગેરેના ભાવ વધવાનું જોખમ રહેશે.

કેટલાક વિસ્તારોમાં ટામેટાંનો પાક જલ્દી તૈયાર થાય તો બજારમાં ટામેટાંનો જથ્થો વધી જતાં તેના ભાવ ઘટી જશે અને પછી જ્યારે ટામેટાં પાકવાનો ખરેખર સમય આવે ત્યારે બજારમાં ટામેટાંનો ઓછો જથ્થો આવશે જેના કારણે તેના ભાવ વધી જશે. એમ પંકજાક્ષણે જણાવ્યું હતું.

પર્વતીય વિસ્તારોને બાદ કરતા ગંગા નદીના મેદાનવાળા પ્રદેશમાં ફૂલ ખરી જવાને કારણે શાકભાજી, ફળ અને અનાજના ઉત્પાદનને નુકસાન થશે અને તેની સાઈઝમાં પણ ઘટાડો થઈ શકે એમ કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં માર્ચ અને મે મહિનાની વચ્ચે ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે, એમ આઈએમડીએ તેની એક આગાહીમાં જણાવ્યું હતું. વધુ પડતી ગરમીને કારણે ફળ અને શાકભાજીની ગુણવત્તા પર અસર પડશે.

અચાનક ગરમી વધી જવાને કારણે કેળાંના પાકનો વિકાસ સંતુલિત અને સમાન નહીં હોય તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થશે કારણ કે નાની મોટી સાઈઝના અનિયમિત ફળના ખેડૂતોને યોગ્ય ભાવ મળતાં નથી એમ સિંઘે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239