ધોમ ધખતા તાપમાં ખેડૂત વર્ગ બાજરી નો પાક લેવામાં મશગુલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 10:40:43
  • Views : 387
  • Modified Date : 2022-05-26 10:40:43


ઉનાળુ બાજરી વાઢવાની શરૂઆત

ધોમ ધખતા તાપમાં ખેડૂત વર્ગ બાજરી નો પાક લેવામાં મશગુલ

વાદળ છાયું વાતાવરણ વિખેરાતા   હાશકારો

મજૂર ના મળવાથી ખેડૂતો નવી ટેકનોલોજી તરફ વળ્યા

 

 ખેતી માટે સમૃદ્ધ ગણાતા ડીસા તાલુકામાં ઉનાળુ સીઝનના પાકો પરિપક્વ થઈ જતા પાક લેવાની કામગીરી શરૂ થઈ છે ચોમાસુ ઋતુ નું આગમન થાય તે પહેલા ખેડૂતો પણ ખેતરોમાં બાજરીનો પાક લેવા માટે જોતરાયા છે જિલ્લામાં ઉનાળુ સીઝનમાં સૌથી વધુ બાજરી નું વાવેતર થાય છે ત્યારે બાજરી ના પાક ની કામગીરી કરવા માટે પણ બહાર ના જિલ્લા અને અન્ય રાજ્ય માંથી મંજુર વર્ગ નું પણ આગમન થયું છે તો વળી કેટલી જગ્યા ટેક્નોલોજીની પદ્ધતિ દ્વારા ટ્રેક્ટર દ્વારા પણ બાજરી ની કાપણી કરવામાં આવી રહી છે ત્યારે ભીલડી સહિત જિલ્લામાં બાજરી લેવા ની સિઝન શરૂ થતા આગામી એક મહિના સુધી ખેતરમાં પાક લેવાનો ધમધમાટ જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં બાજરી નુ ૧૬૧૪૬૧ હેકટર જમીનમાં વાવેતર થયેલ છે ત્યારે ખેડૂતોને પણ સારું ઉત્પાદન થવાની આશા બંધાઈ છે  વર્ષે બાજરી ના ભાવ પણ ખૂબ ઉંચા જોવા મળી રહ્યા છે બાજરી ના પાક ના ભાવ પણ દર વર્ષ કરતાં વર્ષે ખુબ સારા ભાવ જોવા મળી રહ્યા છે પ્રતિ મણ 450 થી 470 રૂપિયા ના ભાવ માર્કેટ યાર્ડ માં જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે જેના કારણે પાછોતરૂ વાવેતર થયેલ બાજરી ના પાકને તેની અસર જોવા મળી છે અને ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો

Download Our B K News Today App



Related News