ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જોકે પ્રથમ વરસાદમાં જ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:40:48
  • Views : 282
  • Modified Date : 2022-06-14 11:40:48

બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જોકે પ્રથમ વરસાદમાં જ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદમાં બાજરી, મગફળી નો પાક ગરકાવ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે . . 


બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો છે જોકે વરસાદ આવતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવી સ્થિતિ સર્જાય છે ખાસ કરીને બાજરી અને મગફળીના પાકને આ વરસાદના કારણે મોટુ નુકશાન થયું છે.  ડીસા , પાલનપુર, દીયોદર અને વડગામ માં ખેડૂતોએ બાજરી અને મગફળીનું મોટાપાયે વાવેતર કર્યું હતું અને આ પાક તૈયાર થઇ ગયા બાદ પોતાના ખેતરમાં લણી ને રાખ્યો હતો જોકે અચાનક આવેલા વરસાદમાં આ પાક ગરકાવ થઈ જતાં મોટું નુકસાન થયું છે વરસાદના કારણે બાજરીનો પાક કાળો પડી ગયો છે તો ખેડૂતો પોતાના પણ બચાવ માટે અત્યારે ખેતરોમાં મથામણ કરતા નજરે પડી રહ્યા છે . છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો પોતાના પરિવાર સાથે દિવસ રાત મજૂરી કરીને પાક તૈયાર કર્યો હતો પરંતુ અચાનક વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદે તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દેતા ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. અત્યારે મોંઘવારી માં પીસાઈ રહેલા ખેડૂતો માટે આ નુકશાન કમરતોડ ફટકા સમાન છે

 

બનાસકાંઠા જિલ્લામાં ગત મોડીરાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક તાલુકાઓમાં એક ઇંચથી પણ વધુ વરસાદ પડયો હતો જેના કારણે પ્રથમ વરસાદમાં સ્થાનિક લોકોએ ભારે ગરમીથી રાહત અનુભવી હતી તો બીજી તરફ અચાનક આવેલા વરસાદથી ખેડૂતોને ઉત્પાદન લેવાના સમયે જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક પાકોમાં કુદરતી આફતોના કારણે નુકસાન વેઠી રહ્યા છે જ્યારે ગત મોડી રાત્રે આવેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક પાકોને મોટું નુકસાન થયું છે ખાસ કરીને ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર થયું હતું અને ખેડૂતોને આશા હતી કે આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં થી સારું એવું વળતર મળી રહેશે કારણકે બહારના દેશોમાં તેલના ભાવ ઊંચા જતા બનાસકાંઠા જિલ્લાની મગફળીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ મગફળીનું ઉત્પાદન લેવાના સમયે જ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થી પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક તરફ શહેરી વિસ્તારમાં વરસાદના કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ વરસાદના કારણે ખેડૂતો દુખી જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હજુ પણ આગામી સમયમાં વધુ પડતો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે

Download Our B K News Today App



Related News