બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં આગ ઝરતી તેજી ખેડૂતોમાં ખુશાલી છવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 11:30:48
  • Views : 7928
  • Modified Date : 2022-05-28 11:30:48

 

રોકડીયા પાક ગણાતા એરંડાનું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મોટાપાયે વાવેતર અને મબલખ ઉત્પાદન પણ થાય છે. તે એરંડાના ભાવમાં ફરી એકવાર આગ ઝરતી તેજી જાેવા મળતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.ઓછા ઉત્પાદનના કારણે એરંડાના ભાવમાં રોજબરોજ તેજીનો તોખાર જાેવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડોમાં એરંડાનો ભાવ ફેબ્રુઆરી માસમાં પ્રથમવાર પ્રતિ ૨૦ કિલોએ રૂ.,૩૦૦ ને આંબી ગયો હતો.તેથી વેપારીઓ દ્વારા ભાવ ,૫૦૦ ને આંબી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.તે મુજબ હાલમાં એરંડાના ભાવ ,૫૦૦ ને પાર કરી ગયા છે. જેના પગલે મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દૈનિક ૨૦૦ થી ૩૦૦ કરતાં વધુ બોરી એરંડાની આવક થઈ રહી છે. એરંડાના પોષણક્ષમ કરતા પણ વધુ ઓલ ટાઈમ હાઈ ભાવ મળતાં એરંડાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. એક પખવાડિયા અગાઉ એરંડાના ભાવ રૂ.,૩૦૦ની આસપાસ હતા, પરંતુ પ્રતિ દિન તેના ભાવમાં ઉછાળો થતો રહ્યો છે અને હવે પ્રથમવાર સૌથી ઊંચા ભાવ મળતાં એરંડા માર્કેટયાર્ડોમાં ઠલવાઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News