નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સાથે સમાધાન પર ભાઈ શમાસ બોલ્યો, ‘નવાઝ પરિવારના વડીલ છે, તેમના માટે જે યોગ્ય રહેશે તે જ અમે કરીશું’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:00:14
  • Views : 402
  • Modified Date : 2021-03-09 15:00:14

    એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ફેમિલી લાઈફ ચર્ચાનું કેન્દ્ર બની છે. નવાઝની પત્ની આલિયાએ તલાકની નોટિસ પરત લીધી છે અને તેણે ફરી નવાઝ સાથે રહેવાની વાત કરી છે. આલિયાએ એ પણ કહ્યું હતું કે નવાજના ભાઈ શમાસ સાથે તેના મતભેદો દૂર કરવા માગે છે. આલિયાની આ વાતો પર હવે શમાસે પ્રતિક્રિયા આપી છે.

    શમાસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, નવાઝ એક સારો માણસ છે. તેની ખાસ વાત એ છે કે તે કોઈને દુ:ખી કરતો નથી. હું તેમનાં બાળકોથી ઘણો પ્રેમ કરું છું અને તેમનાં માટે કંઈ પણ કરી શકું છું. તે પણ મને ઘણો પ્રેમ કરે છે અને આખો પરિવાર આ વાત જાણે છે. નવાઝ ભાઈ પરિવારના વડીલ છે અને તેમનાં માટે જે સારું અને યોગ્ય રહેશે તે જ અમે કરીશું.આલિયાએ ગત વર્ષે મે મહિનામાં લેખિત ફરિયાદમાં નવાઝ પર બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આલિયાએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આલિયાએ કોર્ટમાં નવાઝુદ્દીનથી તલાકની અરજી કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઘણી તકરાર થતી જોવા મળી છે.

    નવાઝુદ્દીનના ભાઈ શમાસ પર પણ આલિયાએ કથિત રીતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. શમાસે દાવો કર્યો હતો કે, આલિયા નાણાકીય લાભ લેવા માટે આ બધુ કરી રહી છે. જોકે, એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ તમામ આરોપોથી ઈનકાર કર્યો હતો.આલિયાએ થોડાક દિવસ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ નવાઝ સાથે મતભેદ ભૂલાવી ફરી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાના બદલાતા સંબંધો પર આલિયાએ કહ્યું કે, ‘મને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધી છે. હું મુંબઈ પોતાના ઘરે આઈસોલેશનમાં છું. તેવામાં બંને બાળકોની સાર સંભાળમાં મુશ્કેલી આવી શકતી હતી, પરંતુ નવાઝે મારો સાથ આપ્યો. નવાઝ આ સમયે લખનઉમાં કોઈ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેમ છતાં તે પોતાની દીકરી શોરા અને દીકરા યાનીની સાર સંભાળમાં વ્યસ્ત છે.’

    તે વારંવાર બાળકોની જરૂરિયાત વિશે જાણવા માટે ફોન કરે છે. આ સિવાય નવાઝે મારી તબિયત જાણવા પણ ફોન કર્યો અને મારું ધ્યાન રાખ્યું. તેના આ વ્યવહારથી હું ખુશ છું. તેમના આ વ્યવહારે મારુ હૃદય જીતી લીધું છે. હું અને નવાઝ અમારા લગ્ન જીવનની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો પ્રયાસ કરીશું. સાથે રહેવા માટે અમારા બંને વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.

    નવાઝે કહ્યું હતું કે, હું સામાન્ય રીતે પોતાની લાઈફ વિશે કહેવું પસંદ કરતો નથી અને મેં ક્યારેય પણ કોઈના પણ વિશે ખરાબ ખોટું કહ્યું નથી. હું નેગેટિવિટી અને નફરતને પોતાની પાસે પણ ફરકવા દેતો નથી. આલિયા હજુ પણ મારા બાળકોની માતા છે અમે ઘણા વર્ષો એકસાથે પસાર કર્યા છે. ભલે ગમે તે થાય હું તેનો સપોર્ટ કરીશ. મારી ફરજ બને છે કે, હું આલિયા અને બાળકોનું ધ્યાન રાખું. આલિયા અને મારા વિચારો મળતા નથી અમે એકબીજાની વાતથી સહમત નથી થતાં, પરંતુ મારા બાળકો મારા માટે પ્રાથમિકતા છે.

    અમારા લીધે બાળકોને કોઈ તકલીફ ના થવી જોઈએ. રિલેશનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. તેની અસર બાળકો પર ના થવી જોઈએ. હું એક સારો પિતા બનવા માગું છું. માણસાઈ જ બધું છે. પહેલા સારા માણસ બનો. અમે પહેલેથી ઘણું બધું સહન કર્યું છે. જો મહામારીને લીધે તમે બદલાયા નથી તો કોઈ પણ તમને બદલી નહિ શકે. હું હંમેશાં મારા પરિવાર સાથે ઊભો રહીશ. નવાઝ અને આલિયાને બે સંતાન પણ છે. દીકરીનું નામ શોરા છે અને દીકરીનું નામ યાની છે. બંનેના નિકાહને 10 વર્ષ થઇ ગયા છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119