કોરોનાના ડરથી નથી કરી રહ્યા AC, તો ગરમીઓમાં ઘરને ઠંડુ રાખશે આ 5 ઉપાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 14:23:24
  • Views : 843
  • Modified Date : 2020-05-24 14:24:25

કોરોનાના ડરથી લોકો ઘરમાં એસી-કૂલર ચલાવવાનું ટાળી રહ્યા છે જેના કારણે વધતી ગરમીમાં રહેવું પડે છે. ઘરને ઠંડુ રાખવાથી ગરમીના પ્રકોપથી બચી શકાય છે. જાણકેવી રીતે? 

1. જો તમારું ઘર ટૉપ ફ્લોર પર છે તો ગરમી પણ વધારે લાગતી હશે. એવામાં તમે ધાબે અથવા બાલ્કનીમાં નાનું ગાર્ડન તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ગ્રીન શેડ પણ લગાવી શકો છો. વાંસ લગાવીને તેની પર વેલ ચઢાવી શકો છો. ટૉપ ફ્લોર પર હવાની અવર-જવર ઘણી સારી હોય છે, એટલા માટે સાંજે ઘરમાં બારી દરવાજા ખોલી દો. 

2. ઘરમાં રસોડા અને બાથરૂમમાં એક્જોસ્ટ ફેનનો ઉપયોગ ચોક્કસપણે કરો. તેનાથી અંદરની ગરમી બહાર જતી રહે છે. રસોઇ કરતી વખતે ચિમની અથવા એક્જોસ્ટ ફેનનો ઉપયોગ કરો અને રસોડાની બારી ખુલ્લી રાખો. 

3. ગરમીમાં લાઇટ કલર્સ અને સુતરાઉ ફેબ્રિક વધારે રાહત આપે છે. પોતાના ઘરના પડદા, ચાદર, તકિયા અને સોફાના કવર્સ વગેરે લાઇટ કલર્સમાં રાખો. ધ્યાન રાખો તેમાં કોટન ફેબ્રિકનો જ ઉપયોગ કરશો. તેનાથી ઘરમાં થોડી ઠંડકનો અનુભવ થશે. પરિવારના બધા લોકો પણ શક્ય હોય તો સુતરાઉ કપડાનો વધારે ઉપયોગ કરો. 

4. બારી તરફની જગ્યા ખાલી રાખો, જેથી હવા સરળતાથી અવર-જવર કરી શકે. કારપેટ ન પાથરશો. સાથે ક રૂમમાં કેટલાક વૉટર એલિમેન્ટ્સ પણ રાખો. સીધો તડકો હોય બાલ્કનીમાંથી તો શેડ્સ પણ લગાવી શકો છો . 

5. ઘરમાં જરૂર વગર લાઇટ્સ ચાલુ ન રાખશો અને ખૂબ જ વધારે પ્રકાશવાળી લાઇટ્સનો ઉપયોગ ન કરશો. તેની જગ્યાએ ડિમ લાઇટ્સ અથવા લેમ્પ શેડ્સનો ઉપયોગ કરો. રૂમ ઠંડો કરવામાં મદદ મળશે. 

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309