સક્કરટેટી શું કામ ખાવી જોઈએ આ સિઝનમાં ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 09:09:21
  • Views : 684
  • Modified Date : 2019-04-18 09:09:21

ઘરમાં સક્કરટેટીને કાપીને ટુકડા થઈ રહ્યા હોય તો એ કોઈથી અજાણ્યું ન રહે એવી જેની સોડમ છે એ આ ફળ ખરબૂજ અને ચીભડું તરીકે પણ ઓળખાય છે. સક્કરટેટી મુખ્યત્વે બે પ્રકારની હોય છે.એક જેની છાલની સપાટી થોડી લીલાશ પડતી ખરબચડી અને ઉપર નેટ પાથરી હોય એવી હોય છે અને બીજા પ્રકારમાં છાલની બાહ્ય સપાટી સુંવાળી હોય છે. બેઉના શેપમાં પણ થોડો ફરક હોય છે. ખરબચડી છાલવાળી સક્કરટેટી એકદમ ગોળ હોય છે, સુંવાળી છાલવાળી ગોળ તો ખરી જ, પણ ઉપરથી થોડી બેઠેલી હોય છે. સક્કરટેટી રેતાળ જમીનમાં વેલા પર થાય છે. પાણી વધુ મળે એમ સક્કરટેટી વધુ મીઠી થાય છે.સસ્તું ને પોષણક્ષમઉનાળામાં સૂંડલે-ટોપલે વેચાતી સક્કરટેટીને ભલે આપણે બહુ મહત્વ ન આપીએ, પણ એમાં પોષકતત્વો ભરપૂર છે. લો કૅલરીવાળા આ ફળમાં બિટા કૅરોટિન, ફોલિક ઍસિડ, પોટૅશિયમ, વિટામિન સી, ફાઇબર, વિટામિન બી કામ્પ્લેક્સ-બી-૧, બી-૩, બી-૫ અને બી-૬ છે. એમાં ઍન્ટિ-આૅક્સિડન્ટ ભરપૂર હોવાથી એ કૅન્સર અને હાર્ટના રોગો સામે રક્ષણ આપે છે. એમાં ફાઇબર ભરપૂર હોવાથી નાસ્તામાં કે ડિઝર્ટ તરીકે લઈ શકાય. એક કપ સક્કરટેટીના ટુકડામાં ૧૩ ગ્રામ શુગર છે, પણ ડાયાબિટીઝવાળા અને જેનું ટ્રાયગ્લિસરાઇડ લેવલ હાઈ હોય એ પણ આ આરામથી ખાઈ શકે.સક્કરટેટી જાળવે સ્વાસ્થ્યલોહી ઘટ્ટ થતું અટકાવે ઃ સક્કરટેટીમાં રહેલાં કેટલાંક તત્વો લોહીની પ્રવાહિતાને જાળવી રાખવાનો ગુણ ધરાવતા હોવાથી નળીઓમાં લોહીને જામી જતું અટકાવે છે એને લઈને કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ સારી રીતે કામ કરે છે.લોહીની નળીઓ બરડ ન થાય ઃ એમાંના વિટામિન સીને લઈને એ લોહી નળીઓને બરડ થતી અટકાવે છે.કૅન્સર સામે રક્ષણ ઃ હાઈ વિટામિન સી ઍન્ટિ-આૅક્સિડન્ટનું કામ કરે છે, જે ફ્રી રેડિકલને લઈને ડૅમેજ થતા કોષોને બચાવે છે. એમાંય ખાસ કરીને આંતરડાંનાં કૅન્સર સામે રક્ષણ આપે છે.મોતિયો દૂર રાખે ઃ સક્કરટેટીમાંનું નૅચરલ વિટામિન એ આંખમાં મોતિયો આવવાથી બચાવે છે. એટલું જ નહીં, દૃષ્ટિ સુધારે છે.કાલેસ્ટરોલથી બચાવે ઃ સક્કરટેટીનાં ઍન્ટિ-આૅક્સિડન્ટ તત્વો આૅક્સિડેટિવ સ્ટ્રેસ સામે ફાઇટ કરતાં હોવાથી કાલેસ્ટરોલથી શરીરને બચાવે છે. કિડનીમાં થતી પથરીથી બચાવે અને પ્રૌઢોમાં જે હાડકાં ગળવાની તકલીફ થાય છે એનાથી બચાવે છે.હાઈ બ્લડપ્રેશર ન રહે ઃ સક્કરટેટીમાં રહેલું પોટૅશિયમ, શરીરમાં રહેલાં સોડિયમને કમ કરતું હોવાથી હાઈ બ્લડપ્રેશર સામે રક્ષણ આપે છે. હૃદયના ધબકારા રેગ્યુલેટ કરે છે તેમજ સ્ટ્રોકથી બચાવે છે.રોગપ્રતિકારકતા વધારે ઃ સક્કરટેટીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. વિટામિન સી શ્વેતકણોમાં વધારો કરતા હોવાથી શરીર સરળતાથી ઇન્ફેક્શન સામે લડી શકે છે, આમ રોગપ્રતિકારકતા વધે છે.અનિદ્રામાં રાહત ઃ સક્કરટેટીમાંનું એક ખાસ તત્વ નર્વ્સને રાહત આપે છે અને ઍન્ગ્ઝાયટી શાંત કરે છે, જે અનિદ્રા સામે રક્ષણ આપે છે.સ્ત્રીઓની માસિકની સમસ્યા ઃ માસિક દરમ્યાન સ્ત્રીઓ જો સક્કરટેટીનો જૂસ પીએ તો વધુપડતા લોહીના સ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાની તકલીફથી બચાવે છે.પ્રેગ્નન્સીમાં ઉપયોગી ઃ સક્કરટેટીમાં રહેલું ફોલિક ઍસિડ ગર્ભાશયને મજબૂત બનાવે છે.મસલ્સનો દુખાવો ન થાય ઃ પોટૅશિયમની કમી મસલ્સમાં દુખાવો અને ખેંચાતું હોય એવી પીડા કરે છે, પણ સક્કરટેટીથી એમાં રક્ષણ મળે છે.સ્મોકિંગ છૂટે ઃ સક્કરટેટીમાં કુદરતી મિનરલ્સ અને પોષકતત્વો છે, જે લોકો સિગારેટ છોડવા માગતા હોય તેમને નિકોટિનની ગેરહાજરીથી થતી તકલીફોથી બચાવે છે. સ્મોકિંગ કરનારમાં વિટામિન એનું પ્રમાણ ઘટે છે, જે ખામી સક્કરટેટીનું બિટા કૅરોટિન પૂરી કરે છે.સ્ટ્રેસમાં હેલ્પફૂલ ઃ બહુ સ્ટ્રેસમાં હોવ ત્યારે સક્કરટેટીનો જૂસ રોજ પીઓ. એમાંનું પોટૅશિયમ હૃદયની ધડકનોને નાર્મલ કરે છે. મગજને પૂરતો આૅક્સિજન પહોંચાડે છે અને શરીરમાં પાણીને સંતુલિત રાખે છે.પાણીની કમી પૂરી કરે ઃ સામાન્ય લોકો અને એમાંય ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓની પાણીની કમી સક્કરટેટી પૂરી કરે છે.સક્કરટેટી કેવી ખરીદશો?પાકી હોય એવી જ ટેટી લેવી. એ પાકી છે એની જાણ તેની સોડમ પરથી થઈ શકે છે. પાકી હશે તો જ એની સોડમ આવશે. વધારે પડતી પાકેલી ન હોવી જોઈએ.વજનદાર હોવી જોઈએ, એનો મતલબ એ રસથી ભરપૂર છે.જમીન પર થતી હોવાથી એના પર ઘણી ગંદકી ચોંટી શકે તેથી તેને યુઝ કરતાં પહેલાં નળ નીચે બરાબર ધોઈ લેવી જોઈએ. કાપ્યા પછી એને તરત ખાઈ લેવી જોઈએ.બરાબર પાકી ન હોય ત્યાં સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખો, પણ પાકે પછી બહાર ન રાખવી જોઈએ.ફળ કોઈપણ હોય કાપીને ફ્રિજમાં મૂકી રાખવું યોગ્ય નથી, કાપીને તાજું જ ખાઈ લો


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295