રિસર્ચમાં દાવો-બર્થ ડિફેક્ટ છે તો બાળપણમાં જ કેન્સર થવાનું જોખમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 12:48:04
  • Views : 424
  • Modified Date : 2020-12-10 12:48:04

    બાળકમાં બર્થ ડિફેક્ટ છે, બાળક સ્વસ્થ તો છેને? તમે હંમેશા આ સવાલો પૂછતા લોકોને સાંભળ્યા હશે. પ્રેગ્નન્સીના સમયે 40 અઠવાડિયાં સુધી ભ્રૂણમાં ઘણા ફેરફારો થાય છે. આ સમયગાળામાં જો બાળકનો વિકાસ યોગ્ય રીતે ન થાય તો તે બર્થ ડિફેક્ટનું કારણ બની શકે છે.WHOના એક રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે 7% બાળકો બર્થ ડિફેક્ટ સાથે જન્મે છે. 3.3 કરોડ બાળકો 5 વર્ષની ઉંમર પહેલાં જ અંતિમ શ્વાસ લઈ લે છે. અમેરિકામાં થયેલાં એક રિસર્ચ પ્રમાણે, જે બાળકોમાં બર્થ ડિફેક્ટ હોય છે, તેમનાંમાં કેન્સરનું જોખમ સૌથી વધારે હોય છે. એડલ્ટ હુડમાં રિસ્ક રેટ ઓછો હોય છે, પરંતુ જોખમ તો હોય જ છે. બર્થ ડિફેક્ટ ભ્રૂણમાં જિનેટિક અને નોન જિનેટિક કારણોથી થાય છે. જો પેરેન્ટ્સમાં કોઈ જિનેટિક સમસ્યા છે તો તેનું જોખમ વધી જાય છે. બર્થ ડિફેક્ટમાં ફેમિલી હિસ્ટ્રીનું ધ્યાન રાખવામાં આવે છે. તે દરમિયાન કેટલાક ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેને ટ્રાઈસોમી 21 પણ કહેવાય છે. જો ભ્રૂણમાં માતા-પિતાના ક્રોમોજોમ એક્સ્ટ્રા આવી જાય તો બાળકને ડાઉન સિન્ડ્રોમ થઈ શકે છે. બાળકોના મગજ અને શારીરિક વિકાસમાં અવરોધ આવી શકે છે. મહિલાઓના 35 વર્ષની ઉંમરે માતા બનવાને લીધે પણ આ પ્રકારની સમસ્યા આવી શકે છે.આ સમસ્યામાં શરીરનાં અંગોનો વિકાસ થતો નથી. બાળકનું વજન ઓછું રહે છે. હૃદય સંબંધિત સમસ્યા રહે છે.તેમાં બાળકોના પગ અંદરની તરફ વળી જાય છે. સ્ટ્રેચિંગ, એક્સર્સાઈઝ અને સર્જરી કરી તેની સારવાર કરી શકાય છે. તેનું કારણ ફેમિલી હિસ્ટ્રી પણ હોય છે.

  •     સિસ્ટિક ફાઈબ્રેસિસ: તેમાં ડાયજેશન સિસ્ટમ અને ફેફસાંને નુક્સાન થાય છે. સ્વાદુપિંડ અને લિવર પર અસર થાય છે.  અમેરિકામાં કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું કે બર્થ ડિફેક્ટથી કેન્સરનું જોખમ વધી જાય છે. એડલ્ટહુડ સુધીમાં રિસ્ક રેટ ઘટી જાય છે. સંશોધકોએ બર્થ અને હેલ્થ રેકોર્ડ એકત્રિત કર્યા. તેમાં નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ, અને ડેનમાર્કના 62, 295 કેન્સરના દર્દીઓ સામેલ થયા. બધાની ઉંમર 46 વર્ષથી વધારે નહોતી. તેમની સરખામણી 724,542 લોકોની સાથે કરવામાં આવી, જેમને કેન્સર નહોતું.  તેમા સૌથી વધારે કેન્સરના દર્દીઓ તે લોકો હતા, જેમને જન્મજાત ખામી હતી. સામે આવ્યું કે, જેનેટિક બર્થ ડિફેક્ટવાળા 74% દર્દીઓને કેન્સરનું જોખમ હતું અને જેમાં જિનેટિક બર્થ ડિફેક્ટ નહોતી, તેવા લોકોને 54% કેન્સરનું જોખમ હતું.
        •     BMJના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે જોખમો સામે આવ્યા, તે ઘણા પ્રકારના છે. જેમ કે- જે ન્યુરલ ડિફેક્ટની સાથે જન્મે છે, તેમને 5 ગણું કેન્સરનું જોખમ રહે છે. જે બાળકો ડાઉન સિન્ડ્રોમ ડિફેક્ટની સાથે જન્મે છે, તેમાં 6 ગણું કેન્સરનું જોખમ રહે છે. જેમાં ક્લેફ પેલેટનો બર્થ ડિફેક્ટ રહે છે, તેમાં કોઈ પ્રકારનું જોખમ નથી રહેતું.  ગર્ભાવસ્થા પહેલાં થાઇરોઇડ, શુગર, બીપી ચેકઅપ કરાવવું જોઈએ. જેમને પહેલેથી જ કોઈ પ્રકારની બીમારી છે, તેમને પ્રેગ્નન્સી પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો ગર્ભધારણ થઈ ગયું છે તો ડૉક્ટરને તેના સંબંધિત બધી જાણકારી આપો. તેમાં ડૉક્ટર દવાઓ બદલી શકે છે. ડાયટથી લઈને લાઈફસ્ટાઈલ પણ આ સમયે યોગ્ય રાખવી જોઈએ.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 311