બ્રેકિંગ ન્યૂઝ:રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને તેમનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 15:48:35
  • Views : 388
  • Modified Date : 2021-04-20 15:55:39

       કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તેમનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે.કેજરીવાલની પત્ની પણ સંક્રમિત, CM ક્વોરેન્ટાઈન થયાઆ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થઈ છે. તેમણે પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી કામકાજ સંભાળશે.નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સીનિયર નેતા મનમોહન સિંહ પણ હાલ કોરોના પોઝિટિવ છે. હાલ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના ડોક્ટર્સ સતત તેમના પર વોચ રાખી રહ્યા છે.બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ પણ થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ નોંધાયા હતા. રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી લીધા હતા અને પોતાની બધી ચૂંટણી રેલી રદ કરી દીધી હતી.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295