મેડિટેશન કરવાથી ક્રિએટિવિટિ વધે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 14:49:44
  • Views : 514
  • Modified Date : 2019-09-13 14:49:44

મેડિટેશન કરવાથી અનેક લાભ મળે છે. પરંતુ મેડિટેશન કરવાથી ક્રિએટિવિટિ વધારી શકાય છે. ‘માઇન્ડફુલનેસ’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાx એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ મેડિટેશન કરવાથી તેની અસર લાંબા સમય સુધી રહે છે. મેડિટેશન કરવાથી માણસોમાં ક્રિએટિવિટિ (વિચારવાની ક્ષમતા )વધે છે. તેનો પ્રભાવ અનુભવી મેડિટેટર્સ સાથે નવા મેડિટેટર્સ પર પડે છે.રિસર્ચઆ રિસર્ચ 40 લોકો પર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને ‘થિન્કિંગ ટાસ્ક’ આપવામાં આવ્યો હતો અને તે પહેલાં તમામને 25 મિનિટ સુધી મેડિટેશન કરવામાં માટે કહેવામાં આવ્યું હતું. આ 40 લોકોમાં અડધા અનુભવી મેડિટેટર્સ હતા અને અડધા લોકો ફર્સ્ટ ટાઈમ મેડિટેટર્સ હતા. આ રિસર્ચમાં 2 અલગ-અલગ પ્રકારનાં મેડિટેશનની અસરની તપાસ કરવામાં આવી હતી.અસર આ રિસર્ચમાં પુરવાર થયું છે કે, તમામ પ્રકારનાં મેડિટેશન કરવાથી ક્રિએટિવિટિ પર તેની અસર થતી નથી. થિન્કિંગ ટાસ્કમાં ‘ઓપન મોનિટરિંગ’ મેડિટેશન કરેલા લોકો પાસે તમામ સમસ્યાઓનું સમાધાન જોવા મળ્યું હતું. જ્યારે, ‘ફોક્સડ અટેંશન’ મેડિટેશન કરેલા લોકોમાં મેડિટેશનની કોઈ અસર જોવા મળી ન હતી. મેડિટેશનમેડિટેશન એટલે ધ્યાન, જે ભારતીય સંસ્કૃતિની મુલ્યવાન પરંપરા છે. આ કોઈ વસ્તુ પર વિચારોનું કેન્દ્રીકરણ અથવા એકાગ્રતા નથી. પરંતુ મેડિટેશન એ પોતાની જાતને વિશ્રામ આપવાની પ્રક્રિયા છે. મેડિટેશનમાં તન અને મનને સંપૂર્ણ રીતે એ જ બિંદુ પર કેન્દ્રિત કરવાનું હોય છે. ધ્યાન કરવાથી કોઈ પણ કાર્યને વધારે એકાગ્રતાથી કરી શકાય છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309