ગરમીમાં રાહત આપશે કેરીનો શ્રીખંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 07:00:40
  • Views : 585
  • Modified Date : 2019-04-26 07:02:13

ગરમી આવતાની સાથે જ આપણા ખાનપાનમાં પણ ફેરફાર થવા લાગે છે. કેરીનો શ્રીખંડ આપણે ત્યાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ખુબજ પ્રખ્યાત છે. આ ડીશ ગરમીથી રાહત આપતી હોવાથી ઉનાળામાં ખુબજ ખાવામાં આવે છે. આને બનાવવા માટે વધારે ટાઈમ પણ નથી લાગતો આથી આ ડિશ ઘરે જ બનાવો તો સરળતા રહે છે. સ્વાદના મામલે આ મીઠાઈ લાજવાબ છે. તો રાહ કોની જુઓ જુઓ છો તમે પણ બનાવો અમારી સાથે કેરીનો શ્રીખંડ.

કેરીનો શ્રીખંડ બનાવવાની રીત:-

1 કિલો દહીં, એક કપ કેરીનો પલ્પ, 1 ચમચી એલચી પાવડર, 4-5 તાંતણા કેસરના, સાકર એક કપ, 1 ચમચી જીણા સમારેલા કાજુ-પીસ્તા.એક સુતરાઉ કાપડમાં દહીને બાંધીને પોટલી બનાવી નીતરવા મુકી દો. આ પોટલીને એ રીતે લટકાવો જેમાંથી પાણી નીતરીને નીચે આવી જાય. ઓછામાં ઓછા 2 કલાક આ રીતે પોટલીને લટકાવી રાખો.બે કલાક પછી પોટલી ખોલીને દહીંને એક વાસણમાં કાઢી લો. આ દહીમાં કેરીનો પલ્પ, એલચી પાવડર, કેસર, સાકર ભેળવી લો. તમામ સામગ્રીને સારીરીતે મિક્સ કરી લો. ઠંડો થવા ફ્રીજમાં મુકી દો. જમતી વખતે આને બહાર કાઢો.



Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295