જો શરીરમાં આવા થઇ રહ્યા હોય ફેરફાર તો કીડની હોઈ શકે છે ડેમેજ

  • Published By :
  • Published Date : 2022-09-09 13:29:46
  • Views : 344
  • Modified Date : 2022-09-09 13:29:46

કિડનીમાં તકલીફના લીધે જોવા મળતા શરીરમાં આ રીતના લક્ષણો 

 હૃદય અને મગજની જેમ જ કિડની પણ આપણાં શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જેમ મગજને  ફિટ રાખવા માટે મેડિટેશન કરવામાં આવે છે, શરીરને સ્વસ્થ રાખવા માટે ડાયેટ એ જ પ્રકારે કિડનીનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વાર એમ બને છે કે આપણી કિડનીમાં અંદરને અંદર તકલીફો ઊભી થઈ જતી હોય છે અને આપણને તેનો ખ્યાલ પણ આવતો નથી પરંતુ જ્યારે તેના લક્ષણો વધી જાય છે તો એક ભયાનક દુખાવા સાથે એ સામે આવે છે અને પછી એ દુખાવો સહન કરવું સરળ નથી. કિડનીમાં કોઈ સમસ્યા થવા પર આપણાં બોડીમાં ઘણા બદલાવો આવવા લાગે છે, જેને ઓળખવાની જરૂર છે. જો તમે સમય રહેતા તેની ઓળખાણ કરી લો છો તો આ સમસ્યા અટકાવી શકાય છે. આવો જાણીએ અમુક લક્ષણો, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. 

ખૂબ જ થાક લાગવો 

 શરીરમાં થતાં નાના મોટા ફેરફારોને ઇગ્નોર કરવાના ખરાબ પરિણામો ભોગવવા પડતાં હોય છે. કામ કર્યા બાદ બોડીમાં ખૂબ જ વધારે થાક લાગે, તો તમારા શરીરમાં વિષયુક્ત પદાર્થોની માત્રા વધવા લાગી છે. આ પદાર્થો શરીરને ખરાબ પ્રકારે પ્રભાવિત કરે છે. આની સાથે જ લોહીમાં અશુદ્ધ પદાર્થોની માત્રા વધવા લાગે છે અને આગળ ચાલીને કિડની ખરાબ થઈ જાય છે. 

ઊંઘ ન આવવી, સ્કીન પર ખંજવાળ 

 સ્લીપ એપનિયા જેવી તકલીફો કિડનીની બીમારી સાથે જોદાયેલ હોય છે. આ તકલીફોને હલકામાં ન લો નહીંતર આગળ ચાલીને કિડની ડેમેજનો ખતરો વધી જાય છે. જો તમારી સ્કીન ડ્રાય થવા લાગી છે અને તેનાં પર ખંજવાળની પણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લઈને કિડનીની તપાસ કરાવો. આમ લોહીમાં વિષયુક્ત પદાર્થોની માત્રા વધવાથી પણ કિડની ની સમસ્યા થાય છે. પગમાં સોજો પણ કિડની સાથે જોડાયેલ બીમારીના સંકેત આપે છે. આવા લક્ષણો જ્યારે પણ બોડીમાં જોવા મળે તો ડૉક્ટરની સલાહ લઈને આગળ ઈલાજ કરાવો.


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310