ગુજરાતમાં આંતરપાક તરીકે લેવાતા રતાળુ પાકની માવજત કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 14:18:34
  • Views : 1861
  • Modified Date : 2019-07-10 14:18:34

રતાળુ એ કંદ વર્ગનો શાકભાજી પાક છે. રતાળુનું કેળ જેવા પાકમાં આંતરપાક તરીકે પણ વાવેતર થઈ શકે છે. ગુજરાતમાં મોટેભાગે આંતરપાક તરીકે ખેતી થાય છે. આમ છતાં ઘણાં ખેડૂતો બે, પાંચ વીઘામાં રતાળુનું વાવેતર કરી લે છે.રતાળુના કંદ ખાવામાં તેમજ વેફર્સ બનાવવા માટે પણ વપરાય છે. રતાળુનું વાવેતર કર્યા બાદ ઘાસનું આવરણ કરવાથી સ્ફૂરણ ઝડપી થાય છે. ઉપરાંત કંદ વર્ગનો પાક હોઈ પાળા ચડાવતાં તેમજ આંતરખેડ કરતાં કંદ ખુલ્લા ન થાય, કંદનો વિકાસ વધતાં તે બહાર ન આવી જાય તે માટે સમયે-સમયે આંતરખેડ તથા નિંદામણ કરતી વખતે કંદ આસપાસ પાળા ચડાવતા રહેવું જોઈએ.રતાળુમાં સમયે-સમયે જમીનમાં પૂરતો ભેજ રહે અને વધારે પડતી પાણીની ખેંચ ન રહે તે રીતે પિયત આપવું. રતાળુના કંદમાં મોટા કદના કારણે બે છોડ વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. રતાળુના વેલાને વાંસના ટેકા પર ચડાવાય અથવા જમીન પર પથરાવા દેવામાં આવે છે.રતાળુનો પાક લગભગ ૭થી ૮ મહિને તૈયાર થતો હોય છે. પાન પીળાં પડી વેલા સુકાવા લાગે ત્યારે કાઢી શકાય. તેના કંદ નરમ અને બરડ હોઈ ખોદતી વખતે ઈજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું. કંદને ખોદીને બહાર કાઢયા બાદ તેનું ગ્રેડિંગ કરી સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે. ઈજા પામેલા તેમજ રોગિષ્ટ ભાગ દૂર કરીને તેનો સંગ્રહ કરવો  અથવા તો વેચાણ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309