ભોજનનો સ્વાદ વધારનાર ઘી હાડકાંને મજબૂત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:36:29
  • Views : 556
  • Modified Date : 2020-01-02 16:36:29

ભોજનનો સ્વાદ વધારનાર ઘી હાડકાંને મજબૂત કરી ત્વચા અને વાળને પણ બનાવે છે ચમકદાર

લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ સજાગ છે તેથી જ ઘરમાં બનતી રસોઈમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થશે તે વાત પણ પરીવાર માટે મહત્વની હોય છે.મોટાભાગના પરિવાર પોતાના ઘરમાં રસોઈ માટે ઓલિવ ઓઈલ કે ખાસ પ્રકારના તેલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. જો કે રસોઈમાં તેલના બદલે દેશી ઘીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. જો કે એવા અનેક પરિવાર છે જે ભોજન બનાવવા માટે ભોજન બનાવવાની શૈલી અપનાવી અને ઘીનો ઉપયોગ કરતાં થયા છે. જો કે ઘીના ઉપયોગ વિશે નિષ્ણાંતો પણ કહે છે કે મર્યાદિત માત્રામાં ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હાડકાં મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારતીય સમાજમાં દેશી ઘીને ઈમ્યુનિટી બુસ્ટર માનવામાં આવે છે. 


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 296