ઘણી સ્થિતિમાં ફીવર ફાયદાકારક હોય છે, તેનાથી ગંભીર બીમારીનું જોખમ ઓછું થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 13:00:10
  • Views : 451
  • Modified Date : 2021-01-13 13:00:10

    શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તાવ ફાયદાકારક હોય છે? નહિ ને ! પરંતુ અમે તમને જણાવી રહ્યા છે કે ફીવર ઘણી બધી રીતે ફાયદાકારક હોય છે. આ બીમારીના ગંભીર પરિણામો અને શરીરમાં લાંબા સમય સુધી બીમારી ટકવાની શક્યતાને ઓછી કરે છે.અમેરિકામાં રહેતા જેન બ્રોડીએ કહ્યું કે, સ્થાનિક લોકો કોરોનાનું સંક્રમણ રોકવા માટે ઘણા બધા ઉપચાર કરે છે. તેઓ કોઈ પણ બિલ્ડિંગમાં આવતા લોકોનાં ફોરહેડ પર ટેમ્પરેચર ચેક કરે છે. એક દિવસે તેમનું ટેમ્પરેચર 96.2 ડિગ્રી નોંધાયું. આની પહેલાં તેનું ટેમ્પરેચર 97.5 ડિગ્રી હતું.બ્રોકલિનમાં રહેતા બાળકોના ડૉક્ટર ફીલ્પિયા ગોર્ડને બ્રોડીને ઈમેલ દ્વારા એક આર્ટિકલ મોકલ્યો હતો. આ આર્ટિકલને કેલિફોર્નિયા યુનિવર્સીટીના બે એન્થ્રોપોલોજિસ્ટ માઈકલ ગુરવેન અને થોમસ ક્રાફ્ટે લખ્યો છે.

    ગોર્ડને લખ્યું કે, દરેકનું બોડી ટેમ્પરેચર એકસમાન હોતું નથી. તેની કોઈ નક્કી વેલ્યુ નથી. દરેક શરીરનું ટેમ્પરેચર અલગ-અલગ હોય છે. આ બદલાતું રહે છે. સવારના સમયે બોડીનું ટેમ્પરેચર ઓછું તો સાંજે વધારે થઇ જાય છે. કસરત દરમિયાન પર આ બદલાઈ છે. આ મેન્સચુરેશનના સમયે પણ અલગ હોય છે. યંગ લોકોની સરખામણીએ વૃદ્ધ લોકોનું ટેમ્પરેચર ઓછું હોય છે.આ ઉપરાંત, ઘણા પ્રકારનાં રિસર્ચર્સે પાલો અલ્ટોમાં રહેતા હજારો લોકોનું ટેમ્પરેચર રીડ કર્યું છે. તેમાં તેમણે ન્યૂ નોર્મલ તરીકે 97.5 ડિગ્રી ટેમ્પરેચર જોયું છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, નોર્મલ બોડી ટેમ્પરેચર 97.2થી 99.5 ડિગ્રી હોય છે.સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જુલી પર્સોનેટે વર્ષ 1862થી 2017 સુધીના ડેટા રિવ્યૂ કર્યો. તેમાં જાણવા મળ્યું છે કે દર દસ વર્ષે શરીરનું ટેમ્પરેચર ઘટીને 0.05 ફેરનહીટ રહ્યું છે. લગભગ 75% લોકોનું નોર્મલ બોડી ટેમ્પરેચર 98.6 ડિગ્રીથી ઓછું હોય છે.

    એલિઝાબેથ એ. રેપાસ્કી અને ડેનિયલ ટી. ફિશરે તેમના રિવ્યૂમાં જણાવ્યું કે, ડોક્ટર ઇવાને તાવને ઘણા સંજોગોમાં ફાયદાકારક ગણાવ્યો છે. આમાં, તેમણે રોગની તીવ્રતા અને તેના શરીરમાં લાંબા સમય સુધી રહેવાની સંભાવના ઘટાડવાની સંભાવનાનો ઉલ્લેખ કર્યો છે.જો કે, તેઓ તાવ ઘટાડવા માટે ડોક્ટરની સલાહ પર દવાઓ લેવાનો આગ્રહ રાખે છે. ફીવર ઇમ્યુન સિસ્ટમના દરેક પાસાંને અસર કરે છે. જેથી, તે યોગ્ય રીતે કાર્ય કરી શકે.

    જો ફીવર ઈન્ફેક્શનના કારણે છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. જો આવી સ્થિતિમાં બાળક કારમાં બંધ હોય અને એક એથલીટ તડકામાં એક્સર્સાઈઝ કરી રહ્યો છે તો તેમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

    જો કે કન્ઝ્યુમરને ટેમ્પચેર લેવાની રીતને ધ્યાન રાખવી જોઈએ. કાનનું ટેમ્પરેચર ઓરલ ટેમ્પરેચર કરતા વધારે હોય છે, જે હાથના બગલમાં અને માથાના સ્કેન કરીને લેવામાં આવે છે. ગોર્ડનના જણાવ્યા પ્રમાણે, નવજાત બાળકોનું ટેમ્પરેચર રેક્ટલ થર્મોમીટર સાથે લેવું જોઈએ. જો કે, મોટા બાળકોમાં જ્યાં સુધી ટેમ્પરેચર રીડ નથી કરવામાં આવતું, ત્યાં સુધી વાંધો નથી આવતો.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310