18થી 64 વર્ષની ઉંમરના લોકોએ દર અઠવાડિયે 150 મિનિટ અને બાળકોએ રોજ 60 મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 14:08:33
  • Views : 391
  • Modified Date : 2020-12-05 14:08:33

    બસ કાલથી એક્સર્સાઈઝ કરવાનું શરુ કરીશું-આવી વાતો આપણે અવારનવાર સાંભળતા અને બોલતા પણ હોઈએ છીએ. લોકો પોતાની મનપસંદ વસ્તુઓને સમય આપે છે પણ વર્કઆઉટમાં પાછળ રહી જાય છે. સ્વસ્થ રહેવા માટે એક અઠવાડિયાંમાં કેટલો સમય અને કઈ એક્સર્સાઈઝ કરવ જોઈએ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ અમુક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેના વિશે જાણીએ...મીડિયમ ઇન્ટેસિટીવાળી એક્સર્સાઈઝ કે ઓછામાં ઓછી 75 મિનિટ સુધી સ્ફૂર્તિવાળી એક્સર્સાઈઝ દર અઠવાડિયે કરો. તમે ઈચ્છો તો બે પ્રકારની એક્સર્સાઈઝ મિક્સ કરી શકો છો. બ્રિસ્ક વોક, વેટ લિફ્ટિંગ, સાઈક્લિંગ સામેલ કરી શકો છો.આ ઉંમરમાં છો તો યોગ કે ડાન્સ ચોક્કસ કરવો. 18-64 ઉંમરના લોકોએ ફિઝિકલ પ્રવૃત્તિ પોતાના રૂટીનમાં સામેલ કરવી જોઈએ. સાથે જ યોગ અને ડાન્સને શેડ્યુલમાં સામેલ કરો. તેને અઠવાડિયામાં ત્રણ દિવસ કરો. શરીરનું સંતુલન રહેશે. હાડકાં મજબૂત બનશે.ડિલિવરી પછી એક્સર્સાઈઝ કરી શકાય છે, પરંતુ પહેલા ડૉક્ટરને અવશ્ય પૂછો. પોતાને હાઈડ્રેટ રાખો. જેમાં પડવાનું રિસ્ક હોય તેવી કસરત ના કરો. પીઠ પર સૂઈને કરી શકાય તેવી હળવી કસરત કરો.5-17 વર્ષના બાળકો માટે ઓછામાં ઓછા 60 મિનિટનો સમય કહ્યો છે. વીકમાં ત્રણ દિવસ મસલ્સ અને હાડકાં મજબૂત કરવાની કસરત કરો. તેમાં દોડ, કૂદ જેવી એક્ટિવિટી સામેલ કરી શકો છો.


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295