ગુજરાતમાં બનતા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 14:31:39
  • Views : 771
  • Modified Date : 2019-05-16 14:33:04

ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મહેસાણાના વિજાપુરમાં આવેલ ખરોડ ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ગામના એક ખેતરમાં પાણીના બોર ઉપર આ ફેક્ટરી ધમધમતી હતી. જેમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવાતો હતો. પોલીસે રેડ પાડતા, ખેતરમાંથી વિદેશી દારૂ બનાવવાના કાચામાલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા. ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો અને 2 કાર સહિત કુલ 9.17 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ડીવાયએસપીની ટીમે બાતમી આધારે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 311