શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કોરોનાના કરોડો કેસ બહાર આવશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 15:49:37
  • Views : 475
  • Modified Date : 2020-05-02 15:50:09

વિશ્વમાં 30 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. દરરોજ ૫૦ થી ૬૦ હજાર જેટલા કેસમાં વધારો થઇ રહયો છે. યૂરોપ હોય કે આફ્રિકા, એશિયા હોય કે અમેરિકા દુનિયાના તમામ ખૂણે લોકડાઉન જેવી સ્થિતિમાં કરોડો લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે હજુ પણ કોરોના સંક્રમણના દર્દીઓ વધતા જશે એવું જર્મનીની ગ્યોટિંગન યૂનિવર્સિટીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે એટલું જ નહી હાલમાં જો ઘનિષ્ઠ ટેસ્ટિંગ કરવામાં આવે તો કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા કરોડને વટાવી શકે તેટલી છે. આ જર્મન સંશોધકોના ડેટા મુજબ હજુ દુનિયામાં કોરોના વાયરસના માત્ર ૬ ટકા દર્દીઓ જ ધ્યાનમાં આવ્યા છે જેની મૂળ સંખ્યા ૧૦ ગણી કરતા પણ વધારે હશે. આ અંદાજ કોરોના વાયરસ સંબંધી મુત્યુદર અને ઇન્ફેકશનની શરુઆતના આંકડાને આધાર બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે.  ડેવલપમેન્ટ ઇકોનોમિકસ પ્રોફેસર સેબાસ્ટિયન ફોલમર માનવું છે કે  અમને મળેલા આ પરીણામોના આધારે દેશની સરકારો અને નીતિ ઘડવૈયાઓએ તકેદારી રાખીને આયોજન કરવું જોઇએ. જયાં પણ કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારે છે ત્યાં કેસો ઝડપથી બહાર આવે છે.જુદા જુદા દેશોમાં ટેસ્ટિંગની ગુણવત્તાના આધારે ફોલમરે ચેતવણી આપતા કહયું કે અલગ અલગ દેશોમાં ટેસ્ટિંગની ગુણવત્તામાં ફેરફારના કારણે સત્તાવાર અને સટિક આંકડાકિય માહિતી બહાર આવતી નથી. આ અંગે સંશોધક બોમર અને ફોલમરનું અનુમાન છે કે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી જર્મની, ઇટલી, અમેરિકા અને બ્રિટનમાં બહાર આવ્યા છે તેનાથી ઘણા વધારે સંક્રમિત હોય તેવું બની શકે છે. જેની તપાસ નથી થઇ એવા કોરોના પોઝિટિવ લોકો ફરી રહયા છે જે ખૂબજ ખતરનાક બાબત છે. આ અંગે જર્મન યૂનિવર્સિટીના સંશોધક ક્રિસ્ટિયાન બોમર અને સેબાસ્ટિયાન ફોલમરનું આ સંશોધન ધ લેસેન્ટ ઇન્ફેકશન ડિસીજેસ પત્રિકામાં પ્રકાશિત થયું છે.


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 311