લોહીની ઉણપને દૂર કરવા રોજ પીઓ પાલકનો જ્યૂસ, થશે અન્ય ફાયદાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 13:00:46
  • Views : 689
  • Modified Date : 2019-06-06 13:00:46

શારીરિક વિકાસ માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી હોય છે અને લીલા શાકભાજીમાં પાલક પૌષ્ટિક ગુણોથી ભરપૂર શાકભાજીમાંથી છે. તેમા મેગેનીઝ, કેરોટીન, આર્યન, આયોડીન, કેલ્શ્યિમ, મેગ્નેશ્યિમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસસ અને આવશ્યક અમીનો એસિડ પણ રહેલા છે. આમ તો પાલકનું કોઇપણ રીતે સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ તેના જ્યૂસને પીવાથી પણ અનેકગણા ફાયદાઓ મળી શકે છે. તે સિવાય પાલકનું કોઇપણ રીતે સેવન કરવાથી કે જ્યૂસ પીવાથી હાડકા પણ મજબૂત થાય છે.– એન્ટીઓક્સિડેન્ટપાલકમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. પાલકને નિયમિત રીતે તમારી ડાયેટમાં સામેલ કરવાથી ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે અને ચહેરામાં ચમક આવી જાય છે.– આયરનપાલકમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. જે મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ બન્ને માટે ખૂબ જરૂરી હોય છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં પણ મદદ મળે છે.– કેરોટીન અને ક્લોરોફિલતેમા ભરપૂર પ્રમાણમાં કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરથી બચાવવામાં મદદ કરી શકે છે. સાથે જ આંખોની રોશની વધારવામાં પણ પાલકનું નિયમિત રીતે સેવન કરવું જોઇએ. 


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310