ભારતમાં ટૂંક સમયમાં ખરીદી શકાશે ઓલેઇકથી ભરપૂર મગફળી,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 12:29:00
  • Views : 706
  • Modified Date : 2019-06-19 12:29:00

સંશોધકોએ મગફળીની બે નવી જાતો વિકસાવી છે,  જે ઓલેઇક એસિડથી ભરપૂર છે. તેમાં ઓલેઇક એસિડની માત્રા સામાન્ય મગફળી કરતા 80% વધારે છે.
ભારતમાં પહેલી વાર આવી જાતોનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે, જે નાના નાના ખેડૂતો અને ખાદ્ય ઉદ્યોગો તેમજ ગ્રાહક સહિતના તમામને લાભ કરાવવાના ઉદ્દેશથી તૈયાર કરાવવામાં આવી રહ્યું છે."વાર્ષિક મગફળી વર્કશોપ, મે 25-27, 2019 દરમિયાન યોજવામાં આવેલ વેરાયટી આઈડેન્ટીફિકેશન કમિટીએ વિકસાવેલ 2 વેરાયટી- ગિરનાર 4 (ICGV 15083) અને ગિરનાર 5 (ICGV 15090)ની લગભગ 80 ટકા ઓલેઇક એસિડ પ્રકાશિત કરવા માટે ભારતમાં ખેતી કરાઈ. આ કમિટી 2017 અને 2018 દરમિયાન ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ (Aicrif-D) હેઠળ મગફળીના મલ્ટી-લોકેશન પરીક્ષણ પર આધારિત હતી" તેવું રાધાકૃષ્ણન, ડિરેક્ટર, એગ્રીકલ્ચરલ રિસર્ચ-ડિરેક્ટોરેટે જણાવ્યું હતું.જે હૃદય રોગો થવાનું જોખમ ઘટાડે છે. ઓલેઇક એસિડ, જેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડી સારું કોલેસ્ટેરોલ વધારે છે, જેનાથી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ મજબૂત બને છે અને હૃદયને લગતા રોગોનું જોખમ ઘટાડે છે. તેમજ આરોગ્યને બીજા પણ ઘણાં લાભ કરાવે છે.રાધાકૃષ્ણને કહ્યું કે- "તે ચરબીને બેલેન્સ કરી લિપોપ્રોટીનની ઘનતાનું સ્તર વધારે છે, જે એક સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે."સંશોધન અનુસાર, તેનું પરિણામ દર્શાવે છે કે આ મગફળીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા ઓછી થવાથી તે બાદમાં તેની શેલ્ફ લાઈફ વધારે છે.ઉચ્ચ ઓલેઇક મગફળીની જાતોના વેપારીકરણથી મોટાથી લઈ નાના ખેડૂતો સહિત દરેક વેપારીઓને લાભ મળે છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295