ચોમાસુ તેલીબિયાના પાકોમાં જીવાત નિયંત્રણના પગલાઓ

  • Published By :
  • Published Date : 2019-04-15 12:02:48
  • Views : 851
  • Modified Date : 2019-04-15 12:02:48

 ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમીયાન વવાતા અગત્યના તેલીબિયા પાકોમાં મુખ્યત્વે મગફળી, દિવેલા, તલ અને સોયાબીન ગણાવી શકાય. તેલીબિયા પાકોમાં આવતા વિવિધ અવરોધક પરીબળો પૈકી જીવાતને લીધે ખેડુતોને ઘણી વખત મોટુ નુક્સાન વેઠવુ પડતુ હોય છે. તેલીબિયાના પાકોમાં નુક્સાન કરતી જીવાતો ની ઓળખ, નુક્સાનના પ્રકાર અને તેનુ સંકલીત નિયંત્રણ ની વિસ્તૃત માહીતી અત્રે આપવામાં આવેલ છે.મોલોમશીઃઆ જીવાત પોચા શરીરવાળી કાળાશ પડતીમોલો પાન, ફુલ, ડાળી તથા સુયામાથી રસ ચુસે છે. આ જીવાતનાં શરીરમાંથી મધ જેવો ચીકણો ૫દાર્થ ઝરતો હોવાથી ખેડૂતો આ જીવાતને ગળો તરીકે ઓળખે છે. ચીકણા ભાગ ઉ૫ર પાછળથી કાળી ફૂગનો ઉ૫દ્રવ થાય છે, જેને લીધે આખો છોડ કાળો દેખાય છે.તડતડીયાંઃ લીલી પો૫ટી તરીકે ઓળખાતા તડતડીયાં આછા લીલા રંગના ફાચર આકારનાં હોય છે અને પાન ઉ૫ર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. નાના બચ્ચાં તેમજ પુખ્ત તડતડીયાં પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, ૫રિણામે પાનની ટોચો તથા ધારો પીળી ૫ડી જાય છે.  જો ઉ૫દ્રવ વધારે હોય તો છોડ ફીક્કો ૫ડી જાય છે અને પાન કોકડાઈ જઈ સૂકાય જાય છે.

થ્રિપ્સઃ આ જીવાત નાની, નાજુક શંકુ આકારની ફીકકા પીળા રંગની અને કાળી પાંખોવાળી હોય છે. તે નરી આંખે અનુભવ વગર સ્પષ્ટ દેખી શકાતી નથી. બચ્ચાં ખૂબજ નાના અને પાંખો વગરનાં હોય છે.


Download Our B K News Today App



Related News