પશુ સ્વાસ્થ્યને હાનિકર્તા પરોપજીવી કૃમિ અને તેના ઉપાયો

  • Published By :
  • Published Date : 2019-04-15 12:36:07
  • Views : 896
  • Modified Date : 2019-04-15 12:36:07

પશુઓમાં અનેકાનેક પ્રકારના પરોપજીવી જન્ય કૃમિઓ જોવા મળે છે. જેઓ મુખ્યતઃ પોતાનું જીવન પોષકના શરીરમાં વિતાવે છે. અથવા મધ્યસ્થ પોષક ધ્વારા મુખ્ય પોષકમાં દાખલ થઈને પરોપજીવી જન્ય રોગ કહે છે. પશુઓના શરીરમાં અંદરના અવયવોમાં જોવા મળતા પરોપજીવીને આંતરિક પરોપજીવી કહેવામાં આવે છે.  વળ શરીરમાં પરોપજીવી કૃમિની હાજરીની પશુ સ્વાસ્થ્ય પર અસર પડયા વિના રહેતી નથી. ગોળકૃમિ અને યકૃતકૃમિ પણ આવા જ પરોપજીવીઓ છે. ગોળકૃમિ મુખ્યત્વે ચતુર્થ આમાશય (જઠર) તથા આંતરડામાં ને યકૃતકૃમિ કલેજું (યકૃત) તથા પીતનળીઓમાં જોવા મળે છે.મોટા ગોળકૃમિ (મોટા કરમિયા)ટોકસોકેરા વીટયુલોરમ નામે ઓળખાતા મોટા કરમિયા ગાય, ભેંસો, ઘેટા, બકરાનાં આંતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિની બાહય દિવાલ નાજૂક અને પાતળી હોઈ અંદરના અંગો પણ નરી આંખે જોઈ શકાય છેચિન્હો અને હાનિકારક અસરઃ પાચન બરાબર થતુ ન હોઈ વાછરડા/ પાડા નબળા પડે છે. પાતળા, ચીકણા, દુર્ગધ મારતા કાળાશ પડતા ઝાડા થાય છે અને જાનવરનું મરણ થાય છે. જો કાળજી સારી રાખવામાં ન આવે તો ફાર્મ હાઉસમાં નાના બચ્ચાઓના મરણ પ્રમાણમાં ખૂબ વધારો થઈ જાય છે. નિદાનઃરોગના ચિન્હોને ધ્યાનમાં લઈ પશુચિકિત્સક અધિકારી નિદાન કરે છે. પ્રયોગશાળામાં સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વડે ઝાડા તપાસવામાં આવે તો મોટા કરમિયાના ઈંડા જોઈ શકાય છે. વળી ઘણીવાર જીવતા કરમિયા  પશુઓના ઝાડામાં નીકળે છે.સારવાર અને અટકાવઃપાડા/ વાછરડા દસથી સોળ દિવસના થાય ત્યારે લેવામીસોલ, પાઈપરેઝીન વિગેરે દવાઓ  સામાન્યતઃ પશુચિકિત્સક અધિકારી આપતા હોય છે. ગમાણની રોજબરોજની સાફસફાઈ પરવધુ ધ્યાન આપવાથી રોગની તીવ્રતા ઓછી થઈ જાય છે. આથી દરરોજ ગમાણ બરાબર સાફ કરવી ખૂબ જ જરૂરી છે.જેથી ગમાણની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે.  રોગ થયેલ વાછરડા અને પાડાને અલગ રાખવા અને તેમની સારવાર કરાવવી.


Download Our B K News Today App



Related News