પપૈયાંની નવી જાતના લક્ષણો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 11:38:50
  • Views : 559
  • Modified Date : 2019-05-06 11:38:50

રાજ્યમાં પપૈયાંમાં નવી હાઈબ્રિડ વેરાઈટીઓના સંશોધનો પછી પપૈયાંનું વાવેતર વધી ગયું છે. આમ છતાં મધુબિંદુ તેમજ તાઈવાન વેરાઈટીનાપપૈયાંનું વાવેતર થાય છે. તેના છોડ મધ્યમ ઊંચાઈના અને ઉત્પાદન શક્તિ ખૂબ જ સારી હોય છે. મધુબિંદુ વેરાઈટીના ફળમાં બીજનું પ્રમાણ ઓછું, ફળ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે અને નારંગી રંગનો દળદાર ગર છે. તેના ફળ આકર્ષક હોઈ બજારભાવ પણ સારા મળે છે. હેકટરે ૩૦થી ૩૫ ટન જેટલું ઉત્પાદન મળી જાય છે.તાઈવાન વેરાઈટીના પપૈયામાં બધા છોડ ઊભયલિંગી હોવાથી તમામમાં ઉત્પાદન મળે છે. ફળ મધ્યમ મોટા પ્રકારના હોય છે. તેનો માવો નારંગી લાલ રંગનો અને મીઠો હોય છે. આ જાતના છોડ વધુ પડતા ભેજ કે વરસાદ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેની ઉત્પાદનશક્તિ સારી છે. પપૈયાં થડ પર લગભગ ૩૦થી ૪૫ સે.મી. ઊંચાઈએથી બેસવાના શરૂ થાય છે.

Download Our B K News Today App



Related News