મેઘાલયના જંગલોમાં મળી આવતા મશરૂમ રાતના અંધારામાં ચમકી ઉઠે છે, ગામના લોકો તેનો ઉપયોગ ટોર્ચ તરીકે કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 14:57:00
  • Views : 465
  • Modified Date : 2020-12-10 14:57:00

    જંગલી વિસ્તારોમાં વરસાદ બાદ કેટલાક મશરૂમ આપમેળે ઊગી જાય છે, પરંતુ તમે ક્યારે અંધારામાં લીલા પ્રકાશથી ચમકી ઊઠતા મશરૂમ જોયા છે? સાંભળવામાં આ વાત ભલે જરાક હટકે લાગતી હોય, પરંતુ વૈજ્ઞાનિકોની એક ટીમે આપણા દેશના પૂર્વોત્તરમાં બાંસના જંગલોમાં મશરૂમની એક એવી પ્રજાતિ શોધી છે, જે રાતે અંધારામાં લીલા પ્રકાશથી ચમકી ઉઠે છે. મશરૂમની આ વિશેષ પ્રજાતિ મેઘાલયમાં મળી આવી છે. તેને બાયોલ્યુમિનિસેન્ટ કહેવાય છે. આ એવી જીવિત પ્રજાતિ છે, જે રાતે અંધારામાં પ્રકાશ ફેંકે છે.


    સંશોધકોને જોવા મળ્યું કે, આ પ્રકારના મશરૂમ રોરિડોમાયસિસ જીનસના સભ્યો છે, જે એક નવી પ્રજાતિ છે. આ રિસર્ચ બોટની જર્નલ ફાઈટોટેક્સામાં પ્રકાશિત થયું છે. તેનું શીર્ષક ‘રોરિડોમાયસિસ ફાઈલોસ્ટેકાઈડિસ’ છે. સામાન્ય રીતે બાયોલ્યુમિનિસેંટ સમુદ્રમાં ઉગે છે, પરંતુ તેને જમીન પર પહેલી વાર જોવામાં આવ્યા છે. તેમાંથી જે પ્રકાશ નીકળે છે, તે તેમાં રહેલી કેમિકલ પ્રોપર્ટીઝને કારણે થાય છે. મેઘાલયવાસીઓ એ નથી જાણતા કે આ મશરુમ ભોજન લાયક છે કે નહિ. તેઓ તેમનો પ્રયોગ અંધારામાં ટોર્ચ તરીકે કરે છે. ગોવામાં પંજિમથી 50 કિલોમીટર દૂર પણ ચમકતા મશરૂમ જોવા મળે છે. આ મશરૂમ રાતે અંધારામાં ચમકે છે, પરંતુ ઘણા ઓછા લોકો તેને જોઈ શકે છે.


Download Our B K News Today App



Related News