શક્કરિયાંની આ રીતે ખેતી કરી કરો મોટી કમાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 11:40:32
  • Views : 1282
  • Modified Date : 2019-05-08 11:40:32

શક્કરિયાંનો કંદ એ મૂળનું સંગ્રાહક રૂપાંતર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક તરીકે અને સ્ટાર્ચ તથા આલ્કોહોલ બનાવવામાં થાય છે. કંદમાં સ્ટાર્ચ, શર્કરા તથા વિટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલા છે. પીળા અને નારંગી રંગના ગરવાળા કંદમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. સામાન્ય રીતે લીલાં વેલાનો ઉપયોગ ઢોરના ચારા તરીકે થાય છે. ગુજરાતમાં ખાસ કરીને ખેડા, મહેસાણા અને બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તેનું વાવેતર વધુ થાય છે. રાજ્યમાં કુલ ૧૭૦૦ હેક્ટર વિસ્તારમાં શક્કરિયાની ખેતી થાય છે.પાકના ચારથી પાંચ માસ લાંબા વૃદ્ધિકાળ દરમિયાન સામાન્ય ગરમ હવામાન જરૂરી છે. પાકની વૃદ્ધિમાં અને કંદના વધુ ઉત્પાદન માટે ૨૧ સેલ્સીયસથી ૨૭ સે. વચ્ચેનું ઉષ્ણતામાન વધુ માફક આવે છે. વધુ વરસાદ અને લાંબા પ્રકાશ અવધિના દિવસોમાં વેલાની વૃદ્ધિ સારી થાય છે અને કંદનું ઉત્પાદન ઘટે છે. સારો વહેંચાયેલો વરસાદ અને તડકાવાળું હવામાન શક્કરિયાની ખેતી માટે જરૂરી છે. શક્કરિયાનો પાક શુષ્ક હવામાન સહન કરી શકે છે. ઉપરાંત તે પાણીની અછતનો પ્રતિકાર કરી શકે છે, પરંતુ હિમથી પાકને નુકસાન પહોંચે છે.શક્કરિયાંના પાકને ગોરાડું પ્રકારની જમીન વધુ માફક આવે છે. તેમ છતાં સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં પણ તેનું વાવેતર થાય છે. ભારે કાળી જમીનમાં કંદની વૃધ્ધિ અવરોધાય છે. ઉપરાંત આવી જમીનમાં કાપણી વખતે મજૂરી ખર્ચ પણ વધુ આવે છે. રેતાળ શક્કરિયાના કંદ પાતળા અને લાંબા થાય છે. જ્યારે વધુ પડતી ફળદ્રુપ જમીનમાં વાનસ્પતિક વૃધ્ધિ વધુ થાય છે અને કંદની વૃધ્ધિ ઓછી થાય છે.

Download Our B K News Today App



Related News