જુવારની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ
- Published By :
- Published Date : 2019-04-15 12:14:20
- Views : 958
- Modified Date : 2019-04-15 12:14:20
૧.પાક ની અગત્યતાવરસાદ આધારીત વિસ્તારો માટે જુવાર, દાણા તેમજ ઘાસચારા માટેનો અગત્યનો પાક છે. જે ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્ટિએ ત્રીજા ક્રમાંકે રહે છે. દક્ષિણ ગુજરાતમાં દાણા તરીકે, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાણા અને ચારા તેમજ એકલા ચારા માટે જયારે ડેરી વિકસીત વિસ્તારમાં એકલા લીલાચારા તરીકે કુલ અંદાજીત ૭.પ થી ૮ લાખ હેકટરમાં જુવારનું વાવેતર થાય છે. ચોમાસુ ઋતુમાં ચારા તરીકે જુવારનુ વાવેતર થતુ હોવાથી તેની ઉત્પાદકતા શિયાળુ ઋતુની સરખામણીમાં ઓછી થવા પામી છે. પરંતુ જો ફકત દાણા તરીકે વાવેતર કરતા વિસ્તારને લક્ષામાં રાખતાં તેની ઉત્પાદકતામાં આશરે ૧૦૦૦ કિલો વધારો દેખાયો છે. ઉત્પાદકતામાં થયેલ આ વધારો ખેડૂતોએ અપનાવેલ જુવારની સુધારેલી અને સંકર જાતો તેમજ તેની સુધારેલી ખેતીપ્રથાને આભારી છે.વરસાદ, જમીનના લક્ષાણો તેમજ હવામાનને લક્ષામાં રાખી પાડવામાં આવેલ ગુજરાતના આઠ આબોહવાકીય વિવિધ ઝોન પૈકી જુવાર મુખ્યત્વે ઝોન-ર(દક્ષિણ ગુજરાત) અને ઝોન-૩ (મધ્ય ગુજરાત)માં વવાય છે. જયારે અન્ય ઝોનમાં તેનું વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. જુનાગઢનો ગેડ વિસ્તાર અને અમદાવાદના ભાલ વિસ્તારમાં તેમજ દરીયાકાંઠાના વિસ્તારોમાં જુવારની વાવણી પાછોતર ચોમાસામાં કરવામાં આવે છે.દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે જુવાર દાણા માટે વવાય છે. જેમાં ખેડૂતો સ્થાનિક જાતો જે મોડા વાવેતર માટે અનુકૂળ છે. તેવી બીપી પ૩, સુરત ૧ અને જીજે ૧૦૮ અપનાવે છે. આ જાતોની ઉત્પાદકતા ખૂબ ઓછી તેમજ દાણા ફૂગગ્રાહ્ય છે. દક્ષિાણ ગુજરાતમાં વરસાદ પુરતા પ્રમાણમાં હોય છે. આ સ્થાનિક જાતો વાવેતર હેઠળ હોવાથી બીજા પાકની સરખામણીમાં જુવાર જેવો પાક વધુ નફાકારક થઈ શકયો નથી. આથી વધુ ઉત્પાદકતા ઓછા ખર્ચે મેળવી શકાય. નવી વિકસાવેલ જાતો જેવીકે ગુજરાત જુવાર ૩૮,જીજે ૪૦ની દાણાની ગુણવત્તા દેશી જાતો જેવી છે. ખેડૂતોએ ગુજરાત જુવાર ૩૮,જીજે ૪૦, જીજે ૪૧ અને જીએસએચ ૧ તેમજ તેને અનુરૂપ વિકસાવેલ આધુનિક ખેતી પધ્ધતિઓ વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવી જોઈએ.૨.જાતોની પસંદગીજુવારની સુધારેલી જાતો ઃજુવારની સ્થાનીક જાતો ઃ બીપી પ૩, સુરત૧, જીજે૧૦૮, બીસી ૯(મોડા ચોમાસુ વાવેતર માટે)જુવારની સુધારેલી જાતો ઃ જીજે ૩પ, જીજે૩૬,જીજે૩૭,જીજે૩૮,જીજે૩૯,જીજે ૪૦, જીજે ૪૧જુવારની હાઈબ્રીડ જાતોઃ જીએસએચ૧ સીએસએચ પ, સીએસએચ૬ , સીએસએચ ૧૧૩.વાવણી સમય અને પદ્ધતિહાઈબ્રીડ અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે ચોમાસુ બેસતા અને સ્થાનિક જાતો માટે મોડા ચોમાસુ તરીકે એટલેકે ઓગષ્ટમાં વાવણી કરવી.૪.બીજનો દર તથા માવજતબીજની માવજત ઃ બીજને માવજત આપ્યા વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે. અને કીટકોથી થતું નુકશાન પણ વધે છે. એટલા માટે બીજને વાવતાં પહેલાં કાર્બાફયુરાન ૩પ એસ ૧૦૦ ગ્રામ / કિલો બીજનો ઉપયોગ કરવો. દાણાને બરાબર ચોંટે તે માટે દિવેલને સ્ટીકર તરીકે વાપરવું.૫.ખાતર વ્યવસ્થાપનસામાન્ય રીતે રાસાયણિક ખાતરો માં નીચે મુજબની જરૂરીયાતો રહે છે.જુવારની વાવણી સમયે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો ડોઝ આપવો. જુવારની વાવણી પછી ૩૦-૪૦ દિવસ બાદ બાકી નાઈટ્રોજન પૂર્તિ ખાતરનો હપ્તો બે હારની વચ્ચે દંતાળથી ઓરીને આપવો.૬.પિયત વ્યવસ્થાપનજો ચોમાસામાં પાછલો વરસાદ સારો હોય તો જુવારના પાકને પાણીની જરૂર રહેતી નથી. આમ છંતા આ પાક જયારે ૩૦-૩પ દિવસનો થાય ત્યારે તેમજ ડુંડા નીકળવાના સમયે અને દાણા બંધાય ત્યારે પાણીનો ખેંચ હોય તો ઉત્પાદન ઘટે છે. જેથી પિયતની સગવડ હોય તો અવશ્ય આપવું.૭.નીદણ વ્યવસ્થાપનજુવારના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જુવાર ઉગ્યા પહેલાં એગ્રોવીડોન -૪૮, ર.પ લિટર/હેકટર અથવા ૦.પ કિલોગ્રામ એટ્રાઝીન અથવા ૦.પ કિલોગ્રામ પ્રોપેઝીન પ્રતિ હેકટરે છાંટવું. આ ઉપરાંત એક આંતરખેડ અને વાવ્યા પછી ૩૦-૩પ દિવસે હાથથી એક નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આગિયાનો ઉપદ્રવ અટકાવવા માટે વર્ષ્ા એજ ખેતરમાં સતત જુવારની વાવણી ન કરતાં પાકની ફેરબદલી કરવી.૮.રોગ અને જીવાત વ્યવસ્થાપન૧. સાંઠાની માખી ઃચોમાસુ ઋુતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથેજ જુવારની વાવણી કરવી જોઈએ. જો વરસાદની શરૂઆત સાથેજ વાવણી શકય ન હોય તો જુવારના બીજને કાર્બોસલ્ફાન રપ એસ.ટી. જંતુનાશક દવાનો ૧૦૦ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે માવજત આપવી જોઈએ.ર. ગાભમારાની ઇયળ ઃકાપણી થયા બાદ તુરતજ જુવારના સાંઠા તેમજ જડિયાનો ખેતરમાંથી નાશ કરવો જેથી બીજા વર્ષ્ા દરમ્યાન ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે છે. ગાભમારાની ઇયળના અસર કારક નિયંત્રણ માટે બે વખત ઉપયોગ કરવો જરૂરી છે. ફેરરોપણીથી જુવારના વાવેતરમાં જુવારના ધરુના મૂળને છ કલાક સુધી કાર્બોસલ્ફાન રપ એસ.ટી. ૦.૦૩પ અથવા મીથાઈલ ઓ-ડેમેટોન રપ ઈસી ૦.૦પ અથવાકલોરપાયરીફોસ રપ ઈસી ૦.૦પ ટકાના દ્રાવણમાં ડુબાડવાની માવજત કરવાથી ગાભમારાની ઇયળનું અસરકારક નિયંત્રણ થાય છે.૩. પાનકથીરી ઃપાનકથીરી ના નિયંત્રણ માટે દેશી જાતોમાં વાવણીના ૬૦ થી ૭૦ દિવસ બાદ જયારે સુધારેલ/સંકર જાતોમાં પ૦થી૬૦ દિવસ મીથાઈલ-ઓ-ડેમેટોન ૦.૦રપ અથવા ફોર્માથીઓન ૦.૦રપ દ્રાવણનો છંટકાવ કરવો જરૂરી છે.૪. કણસલાની મીજમાખી ઃયોગ્ય ખેતીપ્રથા જેવી કે વહેલી વાવણી તેમજ એકસાથે પાકતી જુવારની જાતોનુ વાવેતર કરી મીજમાખીના ઉપદ્રવને નાથવુ હિતાવહ છે.પ. કણસલાના ચૂસિયા તેમજ ઈયળો ઃફૂલ અવસ્થા દરમ્યાન મેલાથીઓન પ ભૂકીનો ૩૦ કિ.ગ્રા/હે. મુજબ છંટકાવ કરવાથી કણસલાના ચૂસિયા તેમજ ઈયળોનું અસરકારક નિયંત્રણ થાય છે.રોગો ઃ૧. જુવારનો મધિયો ઃજુવારના મધિયાથી બચવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસ ના બીજા પખવાડીયા દરમ્યાન કરવું હિતાવહ છે. જેથી દાણા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે. ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબુમાં લઈ શકાય છે.ર. દાણાની ફૂગ ઃદાણાની ફૂગના અસરકારક નિયંત્રણ માટે મેનકોઝેબ ૦.ર અને કેપ્ટાન ૦.ર અથવા થાયરમ ૦.ર અને કાર્બેન્ડિઝમ ૦.૦પ ટકા મિશ્રણના બે છંટકાવ, પ્રથમ ફુલ અવસ્થાની શરૂઆત થયે અને બીજોછંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો જરૂરી છે.૯.કાપણી અને સંગ્રહકાપણી ઃતમામ સુધારેલ / સંકર જાતો ર૦-ર૪% દાણાનો ભેજ હોય ત્યારે જ કાપણી કરવી યોગ્ય છે. આ સમયે કાપણી કરવાથી ૧૦ થી ૧પ % વધુ ઉત્પાદન મળે છે. અને બીજો પાક લેવા માટે ૮ થી ૧૦ દિવસનો વધુ ગાળો મળે છે.સુકવણી અને સંગ્રહવ્યવસ્થા ઃજુવારના સુરક્ષિત સંગ્રહ માટે જુવારના દાણામાં ૧૦-૧ર ટકા જેટલો ભેજ રહે તે પ્રમાણે સૂર્યપ્રકાશમાં સુકવણી કરવી જોઈએ.ખેડૂતો સ્થાનીક પધ્ધતિ જેવીકે માટીની કોઠી, કોથળા તેમજ લોખંડના પીપમાં સંગ્રહ કરે છે. વધુ ઉત્પાદન મેળવવા માટેની ચાવી
• ગુજરાત રાજયના વિવિધ ઝોન માટે ભલામણ કરેલી જુવારની સુધારેલ /સંકર જાતોની સમયસર વાવણી કરવી
• વધુ વરસાદ વાળા વિસ્તારમાં ફેરરોપણીનો આગ્રહ રાખી ર૪ દિવસના ધરૂનો ઉપયોગ કરવો.
• જુવારના પાક સાથે આંતરપાક તરીકે તુવેરનો ઉપયોગ કરવો.
• પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ગાંઠ બાંધવાના સમયે, ફુલ અવસ્થા અને દાણા દૂધે ભરાવવાના સમયે ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. ચોમાસુ ઋુતુમાં પાણીનો ભરાવો અટકાવવો.
• ખેતર નિંદણથી મુકત રાખવું. જરૂર પડે પાક સંરક્ષાણના પગલા ં લેવાં.
• પાકની કાપણી સમયસર કરવી. લીલા ચારા માટે ફૂલ અવસ્થા બાદ તુરત જ કાપણી કરવી.
Related News
શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત, ખેડૂતો ફરી રોષે...
- by B.K.NEWS DAINIK
- April 9, 2024, 12:22 pm
- 418
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 596
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:44 am
- 496
ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 4:48 pm
- 611
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 5:38 pm
- 505
ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 1:37 pm
- 604
ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ...
- by B.K.NEWS DAINIK
- February 22, 2023, 3:34 pm
- 510
કૃષિમંત્રીની કૃષિભવનની સરપ્રાઇઝ મુલાકાતથી અધિકારી-કર્મચારીઓમાં સોંપો...
- by parth lakhtaria
- December 30, 2022, 4:05 pm
- 529
ખેડૂતો અને મજુરોની માગ પુરી નહિં...
- by parth lakhtaria
- December 1, 2022, 1:28 pm
- 556
ખેડૂતો માટે ખુશખબર : PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જાહેર...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 2:12 pm
- 304
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કપાસના પાકને...
- by
- September 26, 2022, 4:00 pm
- 281
જાણો કયા રાજ્યમાં ડાંગરની ખેતીમાં ઘટાડો થયો અને ક્યાં વાવેતર...
- by
- September 24, 2022, 3:53 pm
- 793
રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે...
- by
- September 16, 2022, 4:47 pm
- 317
કૃષિ-પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશોની નિકાસમાં 30%ની...
- by
- September 13, 2022, 3:48 pm
- 279
તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે...
- by
- September 9, 2022, 4:40 pm
- 283
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી...
- by
- September 8, 2022, 5:20 pm
- 295
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના...
- by
- September 8, 2022, 4:35 pm
- 464
વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ...
- by
- September 7, 2022, 3:38 pm
- 295
કાજુની ખેતી આપી રહી છે સારો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 5:43 pm
- 282
આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક...
- by B.K.NEWS DAINIK
- September 5, 2022, 1:01 pm
- 372
ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં:બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 29.18 ટકા વરસાદ...
- by B.K.NEWS DAINIK
- July 14, 2022, 3:08 pm
- 350
પાણી માટે કેન્દ્ર સરકારની લેવી પડશે મંજૂરી, નવા અને જૂના બોરવેલ માટે રૂ.10000...
- by B.K.NEWS DAINIK
- June 30, 2022, 1:15 pm
- 553
ડીસા મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ...
- by B.K.NEWS DAINIK
- June 16, 2022, 11:23 am
- 273
ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જોકે પ્રથમ વરસાદમાં જ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2022, 11:40 am
- 282
ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિત જીલ્લામાં ૩૧ તળાવ ઉંડા કરાશે: માવજીભાઈ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 1:05 pm
- 402
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ પાણીના તળ 200 થી 300 ફુટ ઉંડા જતા...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 12:47 pm
- 257
ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળી ની આવક શરૂ પ્રથમ દિવસે ૩૦૦ બોરી ની...
- by B.K.NEWS DAINIK
- May 31, 2022, 11:18 am
- 417
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં આગ ઝરતી તેજી ખેડૂતોમાં...
- by B.K.NEWS DAINIK
- May 28, 2022, 11:30 am
- 7927
ધોમ ધખતા તાપમાં ખેડૂત વર્ગ બાજરી નો પાક લેવામાં...
- by B.K.NEWS DAINIK
- May 26, 2022, 10:40 am
- 386
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટામાં થતાં નુકશાનની ભરપાઈ કરનારી શક્કર...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 11:18 am
- 352
ચોમાસું આવે છે / રાજ્યના ખેડૂતો માટે શુભ સમાચાર: 20 જૂને ગુજરાતમાં...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 10:58 am
- 334
વાસણા ગામ પાસે વધુ વિકલાંગ ખેડૂતે સક્કર ટેટી ની ખેતી કરીને કાઠું કાઢ્યું...
- by B.K.NEWS DAINIK
- May 10, 2022, 11:47 am
- 788
પાલનપુરના આકેડી ગામના યુવા ખેડૂતે તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી કરી 15 લાખ...
- by B.K.NEWS DAINIK
- April 16, 2022, 11:11 am
- 438
માત્ર ચાર વીઘા જમીનમાં બાર લાખની કમાણી રળતો પ્રગતિશીલ ખેડૂત : જુઓ અમારો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2022, 10:37 am
- 465
બનાસકાંઠામાં ૬ હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર : ડીસા અને...
- by B.K.NEWS DAINIK
- April 4, 2022, 11:25 am
- 418
મોંઘવારીનો ઘા હવે ખેડૂતો પરઃ DAP અને NPK ખાતરમાં ધરખમ વધારો, જાણો કેટલો વધ્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2022, 2:49 pm
- 378
ખુદ્દારીની વાત:મુંબઈમાં ઓટો ચલાવતા હતા, ક્યારેક ટ્રેનિંગ માટે 5 હજાર રૂ. પણ...
- by B.K.NEWS DAINIK
- July 18, 2021, 2:20 pm
- 657
ફણસીમાં સારું ઉત્પાદન મેળવવા શું કરવું...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:43 am
- 469
મરચાંની જ્વાલા અને જી.૪ જાતનાં શું લક્ષણો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:36 am
- 433
જુવારમાં સાંઠા માખીને કેવી રીતે અટકાવવી...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:44 am
- 379
તુરિયાની આ પદ્ધતિથી વાવણી કરશે તો થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:30 am
- 472
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સાથે સમાધાન પર ભાઈ શમાસ બોલ્યો, ‘નવાઝ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:00 pm
- 401
ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ શરૂ, સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2021, 11:22 am
- 420
ખેડૂતોના સમર્થનમાં રાજભવન તરફ વધી રહેલા ખેડૂત મહાસાભા અને ડાબેરી...
- by B.K.NEWS DAINIK
- December 29, 2020, 3:27 pm
- 433
ખેડૂતોના સમર્થનમાં વકીલે ઝેર ખાઈને આપઘાત કર્યો, લખ્યું- PM અમુક લોકોના જ...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 4:13 pm
- 449
ખેડૂતોએ થાળી વગાડીને મનકીબાતનો વિરોધ કર્યો, કહ્યું-જેવી રીતે તેમણે કોરોના...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:40 pm
- 449
પ્રધાનમંત્રીએ ખેડૂતોને કહ્યું- અમે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર, તમારા...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 3:18 pm
- 477
ખેડૂત આંદોલનમાં ધખલ દેવા 7 અમેરિકન સાંસદોએ પોમ્પિયોને ચિઠ્ઠી લખી, ભારતે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:30 pm
- 507
આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં 2 હજાર રૂપિયા આવ્યા છે કે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:10 pm
- 516
વડાપ્રધાન મોદીનો ખેડૂૂત સાથેનો સંવાદ શરૂ, આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 12:26 pm
- 494



