જમીનમાં ગંધકની ઊણપ વર્તાવાનાં કારણો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 13:20:57
  • Views : 576
  • Modified Date : 2019-05-16 13:20:57

સામાન્ય રીતે હલકા પોતવાળી રેતાળ જમીનો કરતાં ભારે પોતવાળી માટીયાળ જમીનોમાં કુલ ગંધકનો જથ્થો વધારે હોય છે. જમીનમાં મોટાભાગે ઉપલા પડમાં ગંધકની માત્રા વધુ હોય છે અને ઊંડાઈ વધતા તેની માત્રામાં ઘટાડો જોવા મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં અને દેશના કેટલાક વિસ્તારોમાં ગંધકની ઊણપ વર્તાવા લાગી છે. જે માટેનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે. સઘન ખેતી તથા વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર વધતાં, ઓછા ગંધકવાળાં અથવા ગંધક વિનાનાં રાસાયણિક ખાતરોના વપરાશથી, પશુપાલન ઘટવાને કારણે જમીનમાં પૂરતા પ્રમાણમાં છાણિયા ખાતરના અભાવથી સૂક્ષ્મ પોષકતત્ત્વો ધીમેધીમે ઘટતા જાય છે. આ ઉપરાંત મોટાભાગના ખાતરોમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસયુક્ત ખાતરોનો વપરાશ વધારે હોય છે. પરંતુ ગંધક તત્ત્વની પણ એટલી જ જરૂર હોવા છતાં પૂરતી માત્રમાં મળતો નથી. ખેડૂતોમાં પાકનાં થડિયાં અને જડિયાંનો બળતણ તરીકે ઉપયોગ, પાક અવશેષોનું કંપોસ્ટ બનાવીને ફ્રી ઉમેરવાની પ્રવૃત્તિ તરફ અજ્ઞાનતા અથવા તો શિથિલતાના કારણે, નિતાર અને ધોવાણ દ્વારા જમીનમાં રહેલ ગંધકનો વ્યય વગેરે કારણોને લીધે જમીનમાં ગંધકની ઊણપ વર્તાય છે.

Download Our B K News Today App



Related News