કાચા માલનું પ્રાથમિક પ્રોસેસિંગ કરીને......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 13:08:37
  • Views : 616
  • Modified Date : 2019-05-16 13:08:37

ખેતીમાં પણ હાલના સમયમાં ઉત્પાદન ખર્ચ ખૂબજ વધારે થઈ ગયો છે. અગાઉ ખેતીમાં એટલો ખર્ચ નહોતો જેટલો આજે કરવો પડે છે.  જેમકે ખાતર, દવા છંટકાવ, મજુર ખર્ચ વગેરે જેનાથી ખેડૂત ભાઈઓને આર્થીક રીતે ખુબ મોટું નુકસાન થાય છે. વેપારીઓ ખેડૂત પાસેથી ઓંછા ભાવમાં કાચો માલ લઇ અને તેના પર પ્રક્રિયા (પ્રોસેસિંગ) કરીને તેજ માલ વધારે વળતર સાથે વેચે છે દા ત. સાઈઝ, આકાર, કલર ના આધાર પર અલગ કરી તેને વેચે છે. આ બધી બાબતમાં આપણા ખેડૂત ભાઈઓને ધ્યાન નથી દેતા તેના કારણે તેને તેના માલનો પૂરું વળતર નથી મળતું અને તે (પ્રોસેસિંગ) કરેલો પોતાનો જ માલ વધારે ભાવે ખરીદી કરીને પોતાનુ જ નુકસાન કરતા હોઈ છે. તેથી જ ખેડૂતભાઈઓએ ખેતી સાથે સંકળાયેલ ઉદ્યોગોનું મહત્વ સમજવું જરૂરી છે અને તે તેના કાચા માલ અને પાકા માલની સરખામણી કરી શકે.સતત કૃષિ વિકાસને પરિણામે આજે ભારતમાં અનાજનું ર્વાિષક ઉત્પાદન લગભગ ૨૮૪.૮૩ મીલીયન ટન એ પહોંચી ગયું છે. જેમાં શાકભાજી અને ફ્ળોનો પણ મોટો ફળો રહેલો છે. આમ આજ આપણો દેશ ખોરાકની બાબતમાં સ્વનિર્ભર બની ગયો છે, પરંતુ આપણા દેશના ખેડૂત ભાઈઓ ને સંગ્રહ કરવાની અસુવિધા, અપૂરતી ટેકનોલોજી અને પુરતી માહિતી ન હોવાના કારણોથી કુલ ઉત્પાદના ૮ થી ૧૦ ટકા જેટલું અનાજ અને ૧૭ થી ૨૫ ટકા ફ્ળ અને શાકભાજી બગડી જાય છે અને તે વપરાશ કર સુધી પહોચતું જ નથી. જો આપણે ઉત્પાદન પછીના ધ્યાનમાં લેવામાં આવતા તબક્કાઓં ઉપર વિચારીએ તો (અનાજ) માલ નો સંગ્રહ એવી જગિયે કરવો કે તડકો અથવા વરસાદ અને ભેજ ન લાગે, માલ સંગ્રહ કરીયે ત્યારે તેમાં જીવાતો ના પડે તેના માટે જરૂરી દવા નો છંટકાવ કરવો અથવા હવા ચુસ્ત પેકિંગ કરવું, શાકભાજી અને ફ્ળો ને જયારે કાપની કરતી વખતે એક પર એક તેમ આપણે ગોઠવતા જતા હોય છે અને તેના વજન થી નીચેના ફ્ળો અને શાકભાજી દબાઈ જાય છે અને તે બગડી જાય છે, એક જગ્યા થી બીજી જગ્યા એ ફેરવતી વખતે તે પછડાતી ન ખાય તેનું ધ્યાન રાખવું અને શાકભાજી અને ફ્ળો જયારે બજાર માં વેચવા જતી વખતે બોક્ષ માં જ ભરવા જેનાથી શાકભાજી અને ફ્ળો નો વજન થી નીચેના શાકભાજી અને ફ્ળો બગડે નહિ અને ટ્રાન્સપોટેસન દરમિયાન ખરાબ રસ્તા ઓ થી પણ બગડે નહિ, ઘણી વખત થોડક ખરાબ માલ સારા માલ સાથે હોવાથી ખેત ઉત્પાદને તેના બજારમાં વેચવાથી તેના સારા ભાવ મળતા નથી. આમ જ આપણા દેશમાં બહુ મોટા પ્રમાણમાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજુ પણ તેમાં કાપની બાદ યોગ્ય પ્રક્રિયા ન થવાને કારણે બગાડ થતો અટકાવી શકાયો નથી. જો બીજા દેશો સાથે સરખામણી કર્યે તો આપણા દેશમાં ૪ થી ૫ ટકા જેટલું જ પ્રોસેસિંગનું પ્રમાણ છે. અત્યારના આધુનિક યુગમાં જો આપણે બીજા દેશોની હરોળમાં ઉભું રેખવું હશે તો કૃષિ પેદાશોને યોગ્ય ગુણવત્તાવાળી બનાવટોમાં ફેરવવી પડશે. આ માટે આપણે કાચામાલની સુકવણી, ક્લીનીગ, ગ્રેડિંગ, સાફ કરીને, પેકિંગ, શેકીને, દળીને વગેરે જેવી જરૂરિયાત પ્રમાણેની પ્રક્રિયા કરીને બજારમાં વેચવાથી સારા ભાવઅને તેની સાથે બગાડને પણ અટકાવી શકાય છે.  આવી ઘણી બધી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસિંગ કેહવામાં આવે છે.

Download Our B K News Today App



Related News