ઘોડાજીરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 11:54:58
  • Views : 1862
  • Modified Date : 2019-05-06 11:54:58

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડજીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્ત્વનો પાક છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ વગેરે જીલ્લાઓમાં તેનું વાવેતર થાય છે.ઈસબગુલના બીજમાં સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલ ભૂસી છે જે બીજનો ૩૦% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તેમાં ૫% જેટલું આછા પીળા રંગનું તેલ, ૬.૮ ભસ્મ તથા ૮.૩ % ભેજ હોય છે.ઈસબગુલના બીજ શીતળતા આપી શકે તેવા ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપેથી ચિકિત્સાઓમાં  કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર  અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાનાં ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટીરોલ ઘટાડવા માટે કરી શકાય છે. ગર્ભપાત વખતે ગર્ભાશાય તેમજ યોનીમાર્ગના વિસ્તરણ માટે પણ તેનો ઉપયોગ કરવા તાજેતરમાં સંશોધન થયું છે. ષધીય ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય તેમ છે. ભૂસીમુક્ત બીજમાં ૧૭થી ૧૯% પ્રોટીન છે અને તેનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે. તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન માફક આવે છે. તેની વાવણી ૨૦ નવેમ્બરથી ૨૦ ડીસેમ્બર દરમિયાન કરવામાં આવે છે. ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં વાવણીનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. વહેલી વાવણી અને તે પણ ઉંચા બીજના દરે કરવામાં આવે તો તળછારા નામનો રોગ આવવાની શક્યતાઓ વધે છે. વાવણી મોડી કરવાથી શિયાળામાં વૃધ્ધિ માટેનો ગાળો ઓછો મળે છે અને એપ્રિલ-મે માં થતા કમોસમી વરસાદને કારણે ઈસબગુલના બીજ ખરી પડવાની શક્યતાઓ વધે છે. પાકની પરિપક્વતાના સમયે જો હવામાન ભેજવાળુ હોય તો તેના બીજ ખરી પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વધુ ઝાકળ અથવા વરસાદના છાંટા પડવાથી પણ તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક તૈયાર થાય તે સમયે જેમ વરસાદ વધુ તેમ છોડ પરથી બીજ વધુ ખરી પડે છે.

Download Our B K News Today App



Related News