રવાહી બાયોફર્ટિલાઈઝરથી શું ફાયદો થાય?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 17:19:10
  • Views : 972
  • Modified Date : 2020-01-06 17:19:10


પ્રવાહી બાયોફર્ટિલાઈઝર (જૈવિકખાતરો)) એ ઓર્ગેનિક ર્ફમિંગનું એક અગત્યનું પરિબળ છે. પ્રવાહી બાયોફર્ટિલાઈઝર્સ
વાપરવાથી અનેક ફાયદાઓ થાય છે. જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એક વખત કરવાથી તેની અસર બીજા વર્ષે કે બીજી સિઝનમાં રહેતી નથી. જ્યારે પ્રવાહી
બાયોફર્ટિલાઈઝર્સની અસર ૨થી ૩ વર્ષ સુધી રહે છે. જમીનમાં સેન્દ્રિય ત¥વ વધારે હોય તો પ્રવાહી બાયોફર્ટિલાઈઝર્સ વધારે અસરકારક રહે છે. જમીન તથા હવામાં પ્રદૂષણ થતું નથી. જમીનની ફ્‌ળદ્રૂપતા સુધરે છે. પ્રવાહી બાયોફર્ટિલાઈઝર્સને ડ્રિપ (ટપક પદ્ધતિ) દ્વારા આપી શકાય છે. જ્યારે ડીએપી કે એમઓપી જેવાં રાસાયણિક ખાતરો ડ્રિપ દ્વારા આપી શકાતાં નથી. પાકની ગુણવત્તા સુધરે છે. ક્ષારવાળી જમીન સુધારે છે.
પ્રવાહી બાયોફર્ટિલાઈઝર્સ વાપરવાથી એનપીકે ત¥વો ઉપરાંત પાકને જિબ્રેલીન, એમીનો એસિડ, પ્રોટીન્સ, વિટામિન્સ વગેરે પાકવૃદ્ધિજનકો મળવાથી છોડનો વિકાસ સારો થાય છે. કેળના પાકમાં બાયોફર્ટિલાઈઝર્સ વાપરવાથી ઉનાળાની સખત ગરમીમાં પણ પાન પીળાં પડતાં નથી અને ઉત્પાદન વધારે આવે છે. શાકભાજી, શેરડી અને અનાજના પાકોમાં પણ ફયદાકારક પરિણામો મળે છે.



Download Our B K News Today App



Related News