ગોધરિયા અને દાંતીવાડા વાલોળની શું ખાસિયતો છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 17:06:30
  • Views : 606
  • Modified Date : 2020-01-06 17:06:30


વાલોળની સ્થાનિક જાતોનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. વાલોળની ખાસિયતો વિશે જોઈએ તો,
દાંતીવાડા વાલોળ  જાતનું ખાસ વાવેતર બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં થાય છે. આ જાતની વૃદ્ધિ નિયંત્રિત પ્રકારની હોવાથી મંડપ અથવા ટેકા ઊભા કરી ખેતી કરવી હિતાવહ છે. આ જાતના ફૂલોનો રંગ જાંબલી, શિંગો આછા લીલા રંગની, મધ્યમ લંબાઈની સાધારણ વાંકી તેમજ
પહોળી હોય છે. અવિકસિત દાણાનો રંગ આછો લીલો હોય છે. સૂકા દાણાનો રંગ કાળો હોય છે. ગોધરિયા વાલોળ તરીકે ઓળખાતી જાતનું ખાસ વાવેતર મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં થાય છે.
આ જાતની વૃદ્ધિ અર્ધનિયંત્રિત હોય છે તેમ છતાં ઘર આંગણે લાકડાના ટેકા આપી તેમજ જીવિત વાડ ઉપર ચડાવવામાં આવે છે. તેમાં લાંબા દિવસગાળામાં પણ ફૂલ આવવાની ક્ષમતા રહેલી છે. આ જાતનું ચોમાસામાં ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જતું હોઈ શિયાળા પહેલા ઊંચા બજારભાવ મેળવવા માટે ખાસ અનુકૂળ છે. આ જાતમાં ફૂલ સફેદ રંગના સાધારણ લાલાશ પડતા હોય છે. શિંગો મધ્યમ લંબાઈની સાધારણ પહોળી આછા લીલા રંગની હોય છે. આ જાતની છાલ પાતળી હોય છે. તેમજ શિંગમાં શરૂઆતમાં દાણા ધીમેથી ભરાતા હોવાથી દેખાવમાં પોચી લાગતી હોય છે.

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309