Letest News
પ્રાંતિજમાં કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રીની વર્ણી કરવામાં આવી
પ્રાંતિજ વિધાનસભા મત ક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા હોદ્દેદારો નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી તરીકે ઘડી ગામના જીલ અતુલભાઇ પટેલની વર્ણી કરવામાં આવી છે
મ્યુઝિક કોન્સર્ટ ભારતમાં કરાયો રદ , જસ્ટિન બીબરના ચાહકો થયા હતાશ.
દિલ્હીમાં જસ્ટિન બીબરના આગામી મ્યુઝિક કોન્સર્ટના આયોજકોએ પુષ્ટિ કરી છે કે તે અધિકૃત રીતે રદ કરવામાં આવ્યો છે કારણ કે ગાયક રામસે હન્ટ સિન્ડ્રોમમાંથી સ્વસ્થ થયા પછી આરામ લેવા માંગે છે.
ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને આંધીની આગાહી
UPમાં ભારે વરસાદના કારણે સર્જાઇ ઘટના , લખનૌમાં દીવાલ ધસી પડતાં 7 લોકોના મોત
70 વર્ષ બાદ ચિત્તાઓનું ભારતમાં આગમન
આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસ પર નામિબિયાથી 8 ચિત્તાને ભારત લાવવામાં આવશે. આ ચિત્તાઓને ખાસ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ગ્વાલિયર લાવવામાં આવશે.
ST નિગમે લીધો મોટો નિર્ણય 22 સપ્ટેમ્બરે ST બસથી મુસાફરી કરવાના હોવ તો પહેલા જાણી લેજો આ સમાચાર.
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. એટલે કે આરોગ્યકર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકો બાદ હવે ST નિગમના કર્મચારીઓ આંદોલનના મૂડમાં.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 6 રાજ્યોમાં 40 સ્થળો પર રેડ.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ 6 સપ્ટેમ્બરે દિલ્હી સરકારની આબકારી નીતિ કેસમાં ઘણી જગ્યાએ રેડ પડી હતી .
હવે તારક મહેતા પછી થશે નવા પાત્રનુ આગમન!
TMKOCમાં આવનાર દિવસો માં થસે મિસીસ પોપટલાલ એન્ટ્રી થશે, પોપટલાલે કર્યું એલાન.
ગેનીબેન ઠાકોર એ આપી પોલીસને ખુલ્લી ચેતવણી ; આંગણવાડી બહેનોને આંગળી અડાડી, તો આંગળી કાપી નાંખીશું.
આંગણવાડી બહેનોના વિરોધ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પોલીસને ચેતવણી, ગેનીબેને કહ્યું બહેનોને આંગળી અડાડશો તો આંગળી કાપી નાંખીશું, હક માગતા લોકો સામે અત્યાચાર કરવાની પોલીસની ડ્યુટી નથી
મની લોન્ડરીંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની દિલ્હી પોલીસે કરી હતી છ કલાક પૂછપરછ....
નોરા ફતેહીએ પૂછપરછમાં કહ્યું 'હું મળી નથી પણ...' , ઠગ સુકેશ ચંદ્રશેખર અંગે કર્યો ખુલાસો.
મહાન ટેનીસ પ્લેયર રોજર ફેડરરે કર્યું સંન્યાસનું એલાન.
ટેનિસ રમવા માટે સ્કૂલ છોડી દીધી, પપ્પાએ કહ્યું હતું-બે વર્ષ આપું છું! નહીં તો...આ રીતે દુનિયાનો મહાન ખેલાડી બન્યો ફેડરર.
મહિલા હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા!
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના ડાભીએ આત્મહત્યા કરી લેતાં પોલીસખાતા માં ભારે હલ્લો મચી ગયો છે. ગૃહ કલેશના કારણે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે.
ફિલ્મ વિક્રમ વેધા 1-2 નહીં પરંતુ 100 દેશોમાં એક સાથે રિલીઝ થશે.
વિક્રમ વેધામાં હૃતિક અને સૈફ સાથે જોવા મળશે, વિક્રમ વેધાનાં મેકર્સનો માસ્ટર પ્લાન, રીલીઝ સાથે જ કમાણીના બધા રેકોર્ડ તોડી નાંખશે. મેકર્સ બૉયકોટ ટ્રેન્ડ વચ્ચે કોઈ જોખમ લેવા માંગતા નહતા.
અમદાવાદમાં સવાર-સવારમાં BRTS બસમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.
આગ લાગી ત્યારે બસમાં અંદાજે 40થી 50 મુસાફરો સવાર હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ.
રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે સરકારને શું કર્યો આદેશ?
રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનું મોટું નિવેદન રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે
રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં 11.3 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
રાજ્યની સરકારી શાળાઓમાં રિવર્સ માઈગ્રેશનની પ્રથા લગભગ પાંચ વર્ષ પહેલા શરૂ થઈ હતી. વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ આપે છે તે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની સારી નિશાની છે."
મનીષ સિસોદિયાનો CBIને પડકાર : હિંમત હોય તો ચાર દિવસમાં કરો ધરપકડ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી એક્સાઇઝ પોલિસીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપો થયા હતા. લેફ્ટનન્ટ ગવર્નરે પ્રિયજનોને ફાયદો કરાવવાના આશયથી નવી નીતિના અમલીકરણની તપાસ સીબીઆઈને સોંપી છે. CBIએ મનીષ સિસોદિયા સહિત 15 લોકો સામે કેસ નોંધ્યો છે.
હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા,જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર બાળકી
સતના જિલ્લાના મૈહર સિવિલ હોસ્પિટલની ઘટના પર જિલ્લા અધિકારી અનુરાગ વર્માએ ઘટનાને ધ્યાનમાં લઈને સીએમએચઓને ઘટના સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની કારને નડ્યો અકસ્માત
યુક્રેનના રાષટ્રપતિ ઝેલેન્સ્કીની કારનો રાજધાની કીવમાં અકસ્માત થઈ ગયો હતો પરંતુ આ અક્સમાતમાં તેમને કોઈ ગંભીર ઈજા નથી આવી
ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે IBMની સોફ્ટવેર લેબનો શુભારંભ
IBMની લેબ્સથી ગુજરાતમાં ક્લાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કિલ્ડ મેનપાવર તૈયાર કરવામાં નવું બળ મળશે


