મની લોન્ડરીંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની દિલ્હી પોલીસે કરી હતી છ કલાક પૂછપરછ....

  • Published By :
  • Published Date : 2022-09-16 12:03:45
  • Views : 264
  • Modified Date : 2022-09-16 12:43:24

મની લોન્ડરીંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની દિલ્હી પોલીસે છ કલાક પૂછપરછ કરી હતી. અભિનેત્રી નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના છેતરપીંડીના કેસમાં EOW ઓફીસ પહોંચી હતી. ત્યારે નોરાના સાળા બોબીને સુકેશે 65 લાખ રુપિયાની બીએમડબલ્યું પણ ગીફ્ટ કરી હતી. EOW એ સામસામે બેઠેલા બોબી અને પીંકી ઈરાનીની પૂછપરછ કરી છે. નોરાના જણાવ્યા મુજબ તે ક્યારેય સુકેશ કે પીંકીને મળી નથી. નોરાએ EOW તપાસ ટીમને જણાવ્યું હતું કે તે સુકેશ સાથે વોટ્સએપ પર વાત કરતી હતી.જેકલીન અને પીકી ઈરાનીન સામ સામે બેસાડીને પૂછપરછ કરાઈ: અગાઉ જેકલીન ફર્નાન્ડીસની ઈકોનોમીક ઓફેન્સ વિંગમાં સાડા આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આ દરમિયાન જેકલીન અને પીંકી ઈરાનીની સામ સામે પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીન અને પીંકી ઈરાની વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ હતી અને બંનેએ એકબીજાને ગાળો આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીંકી ઈરાનીએ સુકેશ અને જેકલીનને મળવાનું કરાવ્યું હતું. પીંકી ઈરાનીએ કહ્યું કે જેકલીન જાણતી હતી કે સુકેશ ચંદ્વશેખર 200 કરોડ રુપીયાની છેતરપીંડી કેસમા તિહાડ જેલમાં બંધ છે આ પછી પણ જેકલીને તેની પાસેથી ગીફ્ટ લીધી હતી.જો કે જેકલીને કહ્યું હતું કે પીંકી ખોટું બોલી રહી છે અને તેને કંઈ ખબર ન હતી. પીંકી લાંબા સમયથી સુકેશની સાથી છે.ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશ ચંદ્વશેખરે જેકલીન ફર્નાન્ડીઝને ગેરવસુલી સહિતની ગુનાહિત પ્રવૃતીઓમાં 5.71 કરોડ રુપિયાની વિવિધ ભેટો આપી હતી.

 

 

 

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139