Letest News
અમદાવાદની સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો.રાત્રે ડોક્ટરોને સમજાવ્યા બાદ કામગીરી ફરીથી શરૂ કરાઈ હતી
T-20 વર્લ્ડ કપ માટે દાસુન શનાકાને મળી ટીમની કમાન
T-20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે. ઘણા દેશોએ T-20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નાખી છે. શ્રીલંકાએ પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નાખી છે.
ટ્રેનની બારીમાંથી ચોરી રહ્યો હતો મોબાઈલ, મુસાફરે પકડી લીધો અને પછી?
ચાલાક ચોરે બારીમાંથી ટ્રેનમાં બેઠેલા મુસાફરોનો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.પછી પ્રવાસીએ ઉતાવળે ચોરનો હાથ પકડી લીધો. આમાં ટ્રેન ચાલુ થઈ અને ચોર બારીમાં લટકતો રહ્યો.
ગંદકીથી ખદબદતો હિંમતનગર પાલિકા નો વોર્ડ નંબર સાત.
સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ધજાગરા ઉડયા.
કેપ્ટન અમરિંદર 19 સપ્ટેમ્બરે ભાજપનો ખેસ ધારણ કરશે
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લેશે. કેપ્ટનની સાથે પંજાબના અંદાજે 6 થી 7 પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
56 ઈંચની થાળી પતાવો 8 લાખ રૂપિયા તમારા, વડાપ્રધાન ના જન્મદિવસ પર ખાસ ઓફર
આ થાળી સાથે કેટલાક ઈનામો પણ રાખવામાં આવ્યા છે. જો દંપતીમાંથી કોઈ પણ આ થાળી 40 મિનિટમાં પૂરી કરશે તો તેને સાડા આઠ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
જીજ્ઞેશ મેવાણીને 6 મહીનાની સજા ફટકારવામાં આવી
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીને અમદાવાદ કોર્ટે 6 મહીનાની સજા ફટકારી છે. 2016માં ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલવા મુદ્દે તોડફોડ કરી હતી. તોડફોડ કેસમાં જીજ્ઞેશ મેવાણી દોષિત ઠેરવવામાં આવ્યો છે અને કોર્ટે મેવાણીને સજા ફટકારી છે
કોંગ્રેસના ધારાસભ્યે ભાજપ આયોજિત લોક ડાયરામાં આપ્યું 1.11 લાખરૂ. નું દાન
રાજુલા ભાજપ દ્વારા ગઈ રાત્રે લોક ડાયરો યોજાયો હતો. લંપી વાયરસના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 1.11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે ભરતી
રાજ્યના બેરોજગાર યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
PM મોદી અમદાવાદ મેટ્રો ફેઝ-1ના રૂટનું કરશે લોકાર્પણ
નવરાત્રિ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કરાય તેવી શક્યતા છે.
આજે શેર બજારમાં સેન્સેક્સમાં મોટો કડાકો
ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે સેન્સેક્સ તૂટ્યો છે.
રોજ મેથીનું પાણી પીવો, આ બીમારીઓ રહેશે દૂર
દરરોજ એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી આપણા શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. મેથીનું પાણી પીવાના ફાયદા?
અજય દેવગને અમદાવાદમાં ખોલ્યું 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ
15 સપ્ટેમ્બરના રોજ અજયે અમદાવાદમાં ચાર સ્ક્રીનનું મલ્ટિપ્લેક્સ ખોલ્યું છે, જેમાં આવનારા સમયમાં ફિલ્મો બતાવવામાં આવશે. આવી પરિસ્થિતિમાં કંગનાએ આ સ્ટેપ માટે અજય દેવગનના વખાણ કર્યા છે
ભારત સહિત ઘણા દેશો GSI માટે સહમત ન થયા, SCO સમિટમાં ચીનને લાગ્યો ઝટકો
ભારત ચીનના આ એજન્ડાને પહેલા જ નકારી ચૂક્યું છે. હવે SCOના મોટાભાગના દેશો આ અંગે અસહમત છે.ચીન QUAD વિરુદ્ધ અન્ય સૈન્ય સંગઠન બનાવવા માંગે છે. જેનું નામ તેમણે GSI એટલે કે વૈશ્વિક સુરક્ષા પહેલ રાખ્યું છે.
સ્વસ્તીક ચાર રસ્તા પર આવેલા સુવર્ણ શિલ્પી જવેલર્સના આઠ લાખના દાગીના લઈ કારીગર ફરાર
નવરંગપુરાના સ્વસ્તીક ચાર પાસે આવેલી સુર્વણ શિલ્પી જવેલર્સનું આઠ લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર થઈ ગયાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે.
આવતી કાલે જન્મનારા બાળકોને અપાશે સોનાની વીંટી
ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ યુનિટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય લીધો છે.
સાઉદી અરબ રશિયાને પછાડી ફરી બીજો સૌથી મોટો ક્રૂ઼ડ સપ્લાયર દેશ બન્યો
ભારતે સાઉદી અરેબિયા પાસેથી દૈનિક ૮,૬૩,૯૫૦ બેરલ ક્ડની આયાત કરી
155.3 અબજ ડોલરની સંપત્તિ સાથે અદાણી દુનિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યા
Forbesની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે.
ટેનિસ પ્લેયર રોજર ફેડરરે નિવૃતિ જાહેર કરી
સ્વિત્ઝરલેન્ડના લેજેન્ડરી ટેનિસ સ્ટાર પ્લેયર રોજર ફેડરરે હવે ટેનિસને અલવિદા કહેવાનું નક્કી કર્યુ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોતાના રિટાયરમેન્ટની જાણ કરી હતી. રોજર ફેડરર લેવર કપ રમીને નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.


