દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 6 રાજ્યોમાં 40 સ્થળો પર રેડ.

  • Published By :
  • Published Date : 2022-09-16 12:43:39
  • Views : 196
  • Modified Date : 2022-09-16 12:43:39

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે બેંગ્લોર, હૈદરાબાદ, નેલ્લોર, ચેન્નઈ સહિત 40 થી વધુ સ્થળો પર રેડ  પાડવામાં આવી રહી  છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ સર્ચ ચાલુ છે.અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ 6 સપ્ટેમ્બરે દિલ્હી સરકારની આબકારી નીતિ કેસમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30સ્થળો પર રેડપાડી હતી. આ મહિનાની શરૂઆતમાં EDએ મુંબઈ સહિત 7 અલગ-અલગ શહેરોમાં રેડ પડી હતી . આ રેડ કેટલાક દારૂના વેપારીઓ અને ભૂતપૂર્વ એક્સાઇઝ અધિકારીઓના ઘરો પર પડ્યા હતા. આ દરોડા તે લોકો પર પાડવામાં આવ્યા હતા, જેમના નામ CBIની FIRમાં નોંધાયેલા હતા.મનીષ સિસોદિયાએ EDના દરોડા અંગે નિવેદન આપ્યું હતું કે અગાઉ તેમને CBIના દરોડામાં કંઈ મળ્યું નથી. હવે ED રેડ પાડશે, તેમાંથી કંઈ બહાર નહીં આવે. અરવિંદ કેજરીવાલજી જે કામ કરી રહ્યા છે તેને રોકવા માટે દેશમાં જે શિક્ષણનું વાતાવરણ ઉભું થયું છે, તેને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે

તમને જણાવી દઈએ કે ભાજપે સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) પર દિલ્હીની દારૂની નીતિને લઈને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા પછી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દરોડામાં કંઈ મળ્યું નથી. તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્કૃષ્ટ કામથી પરેશાન છે. તે જ સમયે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સિસોદિયાનો બચાવ કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા.


Download Our B K News Today App



Related News