મ્યુઝિક કોન્સર્ટ ભારતમાં કરાયો રદ , જસ્ટિન બીબરના ચાહકો થયા હતાશ.

  • Published By :
  • Published Date : 2022-09-16 13:38:58
  • Views : 298
  • Modified Date : 2022-09-16 13:38:58

18 ઓક્ટોમ્બરના રોજ નવી દિલ્હીમાં જસ્ટિન બીબર (Justin Bieber)નો અપકમિંગ ઈન્ડિયન મ્યુઝિક કોન્સર્ટ અધિકારીક રુપથી રદ કરવામાં આવ્યો છે. મેગા કોન્સર્ટના આયોજકોએ એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી. જસ્ટિન બીબરે હિંટ શરુઆતથી જ આપી હતી. જ્યારે તેમને કહેવામાં આવ્યુ હતુ કે, મ્યુઝિક કોન્સર્ટ (Music concert) આગળ વધારવામાં આવી રહ્યો છે. રામસે હંટ સિંડ્રોમમાંથી સ્વસ્થ થયા બાદ જસ્ટિન આરામ લેવા માગે છે. કોનર્સ્ટ રદ્દ થવાની આશા હતી. દિલ્હીમાં જસ્ટિન બીબરના આગામી મ્યુઝિક કોન્સર્ટના આયોજકોએ પુષ્ટિ કરી છે કે તે અધિકૃત રીતે રદ કરવામાં આવ્યો છે કારણ કે ગાયક રામસે હન્ટ સિન્ડ્રોમમાંથી સ્વસ્થ થયા પછી આરામ લેવા માંગે છે.ગુરુવારે, કંપનીના પ્રતિનિધિએ કહ્યું કે કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. BookMyShow ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે એ જાહેરાત કરતાં અત્યંત નિરાશ છીએ કે જસ્ટિન બીબર જસ્ટિસ વર્લ્ડ ટૂર, જે ભારતમાં 18 ઓક્ટોબર, 2022 ના રોજ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાવાનો હતો, તે રદ કરવામાં આવ્યો છે. સિંગર જસ્ટિન બીબરને સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે રદ કરવામાં આવ્યું છે. અમને હમણાં જ માહિતી મળી છે કે તેઓ આવતા મહિને આવી શકશે નહીં.

જસ્ટિન બીબરને આ વર્ષની શરૂઆતમાં રામસે હંટ સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તેમનો ચહેરો એક બાજુથી લકવો થઈ ગયો હતો. આ પછી તેણે સ્ટેજ પર પરફોર્મ કરવાથી બ્રેક લીધો પરંતુ બાદમાં સફળ પુનરાગમન કર્યું. આરામની જાહેરાત કરતા પહેલા જસ્ટિને પરત ફર્યા પછી યુરોપ અને દક્ષિણ અમેરિકામાં 6 લાઇવ શો પણ કર્યા હતા

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139