ફિલ્મ વિક્રમ વેધા 1-2 નહીં પરંતુ 100 દેશોમાં એક સાથે રિલીઝ થશે.

  • Published By :
  • Published Date : 2022-09-16 11:10:15
  • Views : 301
  • Modified Date : 2022-09-16 11:10:15

બૉલીવુડના સારા દિવસો ફરી શરૂ થઈ ગયા. હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

હવે લાગી રહ્યું છે કે બૉલીવુડના સારા દિવસો ફરી શરૂ થઈ ગયા છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સે ખૂબ સારી માઇન્ડ ગેમ રમી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા 1-2 નહીં પરંતુ 100 દેશોમાં એક સાથે રિલીઝ થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સ બૉયકોટ ટ્રેન્ડ વચ્ચે કોઈ જોખમ લેવા માંગતા નહતા અને તેથી ફિલ્મની રિલીઝ ને લઈને ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એકસાથે 100 થી વધુ દેશોમાં રિલીઝ કરવાને કારણે આ ફિલ્મનું ઓપનિંગ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગમાંની એક બની શકે છે.  

આ દેશોમાં રિલીઝ થશે ફિલ્મ વિક્રમ વેધા: ફિલ્મ વિક્રમ વેધાને લઈને લોકો ઘણા આતુર છે. આ ફિલ્મ યુકે, મિડલ ઈસ્ટ, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા અને ન્યુઝીલેન્ડ સહિત યુરોપના 22 દેશો આ ઉપરાંત આફ્રિકાના 27 દેશો અને લેટિન અમેરિકાના ઈઝરાયેલ, રશિયા, જાપાન, પનામા પેરુ જેવા દેશોમાં રિલીઝ થશે. જો કે આટલા દેશોમાં એક સાથે રિલીઝ કરવા માટે મેકર્સે કોઈ જોખમ લેવા નથી માંગતા.  હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. 

એક્શન થ્રીલરથી ભરપૂર છે ફિલ્મ : હૃતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેધા એક એક્શન થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાને એક પોલીસવાળાના કિરદારમાં નજર આવશે જ્યારે હૃતિક રોશન ગેંગસ્ટરના કિરદારમાં નજર આવશે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો હતો. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139