મહિલા હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા!

  • Published By :
  • Published Date : 2022-09-16 11:38:03
  • Views : 397
  • Modified Date : 2022-09-16 11:38:03

અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના ડાભીએ આત્મહત્યા કરી લેતાં પોલીસખાતા માં ભારે હલ્લો મચી ગયો છે. ગૃહ કલેશના કારણે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે. ગઈ કાલે પતિ સાથે ઝઘડો થયો અને ત્યારબાદ ગળે ફાંસો ખાધો. પોલીસ પતિના કંકાસથી ત્રાસીને ગળે ફાંસો ખાધો છે. પરિવારમાં શોકનો માહોલ છે. ભાવનાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે. રાણીપમાં પોલીસ પતિ સાથે કંકાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બંને પાંચ દિવસથી રજા ઉપર હતા અને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થયા હતા. પોલીસને કોઈ ચિઠ્ઠી કે લખાણ મળ્યું નથી. રાણીપ જૂના સ્વામીનારાયણ વાસમાં રહેતા ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી (ઉં.વ. 26) 2016માં કોન્સ્ટેબલ (એલઆરડી) તરીકે ભરતી થયાં હતાં.

હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં. દોઢ વર્ષ પહેલાં જ ભાવનાબહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ વલ્લભભાઈ ડાભી સાથે થયા હતા.

Download Our B K News Today App



Related News