મહાન ટેનીસ પ્લેયર રોજર ફેડરરે કર્યું સંન્યાસનું એલાન.

  • Published By :
  • Published Date : 2022-09-16 11:57:15
  • Views : 256
  • Modified Date : 2022-09-16 11:57:15

ટેનીસ બિગ 3માંથી રોજર ફેડરરે ગુરુવારે નિવૃત્તિનું એલાન કરી દીધું. તેઓ 23થી 25 સપ્ટેમ્બર વચ્ચે લંડનમાં પોતાની કરિયરની છેલ્લી ટુર્નામેન્ટ રમશે. 41 વર્ષનાં સ્વિસ સ્ટારનાં સંન્યાસનાં એલાન.ત્યાર બાદ ચાલો જાણીએ સ્કૂલ ડ્રોપરથી 20 ગ્રાંડ સ્લેમ ચેમ્પિયન બનવાની સ્ટોરી. બસેલ શહેરમાં 8 ઓગસ્ટ 1981માં જન્મેલા રોજર 1992 -93માં પોતાના શહેરમાં આયોજિત સ્વિસ ઇન્ડોર ટુર્નામેન્ટમાં બોલ ઉઠાવતા હતા. 1996માં તેમણે જુનિયર લેવલ પર પોતાની પહેલી ટુર્નામેન્ટ રમી. ત્યારે તેઓ 14 વર્ષના હતા. સ્કૂલ ડ્રોપર છે ફેડરર 2 વર્ષ બાદ 16 વર્ષના ફેડરરે પિતાને ભણતર છોડવાની વાત કરી, કેમકે તેઓ ભણતરને કારણે પોતાના ખેલ પર ધ્યાન નહોતા આપી શકતા. આ પર તેમના પિતા રોબર્ટ ફેડરરે તેમને 2 વર્ષનો સમય આપતા કહ્યું હતું કે સફળ ન થયા તો ટેનીસ છોડીને સ્કૂલ જવું પડશે. ફેડરર ફરી સ્કૂલ જવા માંગતા ન હતા. તેથી જ તેઓ આ બે વર્ષમાં જુનિયરના વિશ્વમાં નંબર-1 ટેનિસ ખેલાડી બની ગયા.  ફેડરરે 1998માં જુનિયર ખેલાડી તરીકે વિમ્બલ્ડન રમવાની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેઓ યુએસ ઓપનની જુનિયર વર્ગની ફાઇનલમાં પણ પહોંચ્યા હતા. 

ફેડરરે કહ્યું હતું કે જ્યારે હું 16 વર્ષનો હતો, ત્યારે મેં પેરેન્ટ્સને કહ્યું હતું કે જો હું સ્કૂલ છોડું છું, તો પોતાના ખેલ પર 100 ટકા ધ્યાન આપી શકીશ. ત્યારે મારા પિતાએ મને સફળતા માટે 2 વર્ષનો સમય આપ્યો હતો. જો હું આ દરમિયાન ફેલ થઉં છું કે પ્રોફેશનલ ખેલાડી નથી બની શકતો , તો ટેનિસ છોડીને સ્કૂલ જવું પડત. મેં તેમને કહ્યું કે મારા પર વિશ્વાસ રાખે. હું બે વર્ષની અંદર જ જુનિયરમાં વર્લ્ડ નબર 1 બની ગયો હતો. સ્વિસ પ્લેયરે કહ્યું કે મારા પેરેન્ટ્સ દર વર્ષે મારી ટ્રેનિંગ પર લગભગ 30 હજાર સ્વિસ ફ્રેન્ક ખર્ચ કરતાં હતા. જોકે, પેરેન્ટ્સને મારી યોગ્યતા પર વિશ્વાસ ન હતો. તેમને લાગતું હતું કે મારુ પ્રોફેશનલ ખેલાડી બનવું મુશ્કેલ છે. 


Download Our B K News Today App



Related News