સાઉદી અરબ રશિયાને પછાડી ફરી બીજો સૌથી મોટો ક્રૂ઼ડ સપ્લાયર દેશ બન્યો

  • Published By :
  • Published Date : 2022-09-16 15:05:54
  • Views : 266
  • Modified Date : 2022-09-16 15:05:54

સાઉદીમાંથી શિપિંગ વધવા છતા ભારતમાં ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોટગ કન્ટ્રીઝ (ઓપેક)નો ક્રૂ઼ડ ઓઈલ શિંપિંગનો હિસ્સો ઘટીને ૫૯.૮% થયો છે, જે છેલ્લા ૧૬ વર્ષનો સૌથી ઓછો આંકડો છે. આ હિસ્સો ઘટવાનું મુખ્ય કારણ આફ્રિકન દેશો પાસેથી આયાતમાં ભારતે મૂકેલો કાપ હતો.ફેબ્રુઆરીના અંતમાં મોસ્કોના યુક્રેન પરના આક્રમણ બાદ અન્ય દેશોએ ખરીદીમાં કાપ મૂક્યો હોવાથી ભારત ચીન પછી રશિયાનો બીજા નંબરનો તેલ ખરીદનાર દેશ બન્યો છે. સાઉદી અરેબિયા ત્રણ મહિનાના વિરામ બાદ ફરી ભારતના બીજા સૌથી મોટા ક્રૂ઼ડ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. જોકે ત્રીજા સ્થાને પહોંચેલા રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેનું માજન સામાન્ય જ છે. જોકે ભારતના સૌથી મોટા ક્રૂ઼ડ સપ્લાયર તરીકેનો તાજ ઈરાકે ઓગસ્ટ પણ ટકાવી રાખ્યો છે. સાઉદી અરબમાંથી શિપિંગ વધવા છતા ભારતમાં ઓપેક સમૂહના ક્રૂ઼ડ ઓઈલ શિંપિંગનો હિસ્સો ઘટીને ૫૯.૮% થયો છે, જે ૧૬ વર્ષમાં સૌથી ઓછો ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ ડેટા અનુસાર વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂ઼ડ ઈમ્પોર્ટર અને ગ્રાહક ભારતે સાઉદી અરેબિયા પાસેથી ૮૬૩,૯૫૦ બેરલ પ્રતિ દિવસ (બીપીડી) ક્રૂ઼ડ આયાત કર્યું હતું, જે અગાઉના મહિનાની સરખામણીએ ૪.૮% વધુ હતું. આજ સમયગાળા માટે રશિયા પાસેથી ક્રૂ઼ડ ખરીદી ૨.૪% ઘટીને ૮૫૫,૯૫૦ મૅગ થઈ હતી.

Download Our B K News Today App



Related News