કોંગ્રેસના ધારાસભ્યે ભાજપ આયોજિત લોક ડાયરામાં આપ્યું 1.11 લાખરૂ. નું દાન

  • Published By :
  • Published Date : 2022-09-16 16:53:36
  • Views : 259
  • Modified Date : 2022-09-16 16:53:36

 રાજુલા ભાજપ દ્વારા ગઈ રાત્રે  લોક ડાયરો યોજાયો હતો. લંપી વાયરસના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 1.11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. કોંગી ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ કાર્યક્રમમાં એક લાખ અગ્યાર હજાર રૂપિયાનું આપવામાં આવ્યું દાન. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. 

લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ નેતા પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી દ્વારા આયોજન કરાયું હતું. ભાજપ નેતા પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહિત નેતાઓ દ્વારા રૂપિયા ઉડાળ્યા હતા. ડાયરાની રમઝટ વચ્ચે "કમા"ની એન્ટ્રી થતા જનનેદની ઉમટી પડી હતી. 

Download Our B K News Today App



Related News