કેપ્ટન અમરિંદર 19 સપ્ટેમ્બરે ભાજપનો ખેસ ધારણ કરશે

  • Published By :
  • Published Date : 2022-09-16 17:27:36
  • Views : 253
  • Modified Date : 2022-09-16 17:27:36

કોંગ્રેસ છોડીને આવેલા કેપ્ટન અમરિંદર સિંહ પણ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. તેમની પાર્ટીના ઘણા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ ચૂંટણીઓમાં કેપ્ટન કંઈ ખાસ બતાવી શક્યા નથી. તેમને ખુદ પટિયાલા સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલીએ મોટા અંતરથી હરાવ્યા હતા. કેપ્ટનને 28007 વોટ મળ્યા. જ્યારે કોહલીને 47,704 વોટ મળ્યા હતા. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે રાજ્ય સ્તરને બદલે રાષ્ટ્રીય સ્તરે સમુદાયોની લઘુમતી સ્થિતિ નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સિંહે કહ્યું કે, તેમને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટ પંજાબમાં શીખ લઘુમતી સંસ્થાઓના મામલાને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરશે. ભાજપના સહયોગી પંજાબ લોક કોંગ્રેસના વડાએ કહ્યું હતું કે, “અરજીકર્તાની મુખ્ય દલીલ એ છે કે પંજાબમાં શીખો લઘુમતી નથી, તેથી આ સંસ્થાઓને લઘુમતીનો દરજ્જો આપી શકાય નહીં. પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના પ્રમુખ કેપ્ટન અમરિંદર સિહ 19 સપ્ટેમ્બરના રોજ ભાજપમાં સામેલ થઈ શકે છે. તે તેના પુત્ર રણઈંદર સિંહ અને પુત્રી જય ઈંદર કૌર ભાજપમાં જોડાઈ શકે છે. તેમની પાર્ટી સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બરે ભાજપમાં વિલય થશે. આવી સ્થિતિમાં પંજાબની રાજનીતિમાં કેટલાક રસપ્રદ બદલાવ જોવા મળી રહ્યા છે. જાણકારી અનુસાર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ  દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ભાજપ અધ્યક્ષ નેતા જેપી નડ્ડીની હાજરીમાં પાર્ટીનું સભ્યપદગ્રહણ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન અમરિંદરની સાથે પંજાબના અંદાજે 6 થી 7 પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કૈપ્ટન અમરિંદર સિંહે પંજાબ ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતુ. કોંગ્રેસના નેતૃત્વથી વિવાદની વાત કહી તેમણે મુખ્યમંત્રી પદ અને પાર્ટીનું સભ્યપદ છોડી દીધું હતુ. આ દરમિયાન પંજાબની રાજનીતિનું કેન્દ્ર નવજોત સિંહ સિદ્ધુ હતો.

Download Our B K News Today App



Related News