જીજ્ઞેશ મેવાણીને 6 મહીનાની સજા ફટકારવામાં આવી

  • Published By :
  • Published Date : 2022-09-16 17:06:29
  • Views : 693
  • Modified Date : 2022-09-16 17:06:29

વર્ષ 2016માં યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને તે મામલે જ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આજે કોર્ટે સજાની સંભળાવી છે. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલે ત્રણ અલગ અલગ કેસમાં કોર્ટે સજાનો એલાન કર્યો છે. આ ત્રણ પૈકીના એક કેસમાં 6 મહિનાની સજા, બીજ કેસમાં 500 રૂપિયા અને ત્રીજ કેસમાં 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે યુનિવર્સિટી કેમ્પ્સમાં તોડફોડ મામલે કુલ 20 લોકોને દોષિત ઠેરવ્યા છે. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 20 આરોપીઓનો સમાવેશ થાય છે. જોકે, એક આરોપીનું મૃત્યુ નિપજ્યું છે. કોર્ટે તેમને છ મહિનાની સજા ઉપરાંડ દંડની સજાની કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News