ટેનિસ પ્લેયર રોજર ફેડરરે નિવૃતિ જાહેર કરી

  • Published By :
  • Published Date : 2022-09-16 14:52:39
  • Views : 240
  • Modified Date : 2022-09-16 14:52:39

રોજર ફેડરર છેલ્લા 3 વર્ષથી સતત ઈજાથી ઝઝૂમી રહ્યો હતો. આ કારણે તેણે છેલ્લા 3 વર્ષમાં ઘણા મેજર ટાઈટલ્સ ગુમાવ્યા છે. તે ગત વર્ષે રમાયેલા વિંબલ્ડન પછી રમી જ શક્યો નથી. તે આ વર્ષના વિંબલ્ડનથી ફરી એકવાર ટેનિસ કોર્ટમાં રમવા માગતો હતો. પરંતુ તેને ફરી ઈજા થતા, તે રમી શક્યો નહોતો.ટેનિસ લેજેન્ડ રોજર ફેડરરે પોતાના રિટારમેન્ટની જાણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જાણ કરી હતી. તેમાં તેણે લક્યુ હતુ કે 'મારા પ્રિય ટેનિસના પરિવારજનો, છેલ્લા 3 વર્ષ મારા માટે ખૂબ જ સંઘર્ષમય રહ્યા હતા. હું ઈજાઓના કારણે ઘણો જ પરેશાન રહેતો હતો. મેં આ માટે તેમાથી બહાર આવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા. હવે તો ઈજામાંથી બહાર આવી ગયો છું. પરંતુ મને ખબર છે કે મારું બોડી પણ જોઈએ એટલું કામ આપતુ નથી, કારણ કે હું 41 વર્ષનો છું. હું 24 વર્ષના કરિયરમાં 1500થી વધારે મેચ રમ્યો છું. ટેનિસે મને ઘણું આપ્યુ છે, એટલે હવે આ રમતને હું અલવિદા કહી રહ્યો છું. આવતા અઠવાડિયે લંડન ખાતે રમાનારા લેવર કપ પછી હું આ રમતમાંથી રિટાયરમેન્ટ લઉં છું. હું ભવિષ્યમાં ટેનિસ જરૂરથી રમીશ, પરંતુ ગ્રાંડ સ્લૈમ અથવા ટૂર રમીશ નહિ.રોજ ફેડરરે પોતાનું પ્રથમ ગ્રાંડ સ્લૈમ 21 વર્ષની ઉંમરે જ જીતી લીધુ હતુ. તેણે આ પછી વર્ષ 2003-2009 સુધીમાં સિંગલ્સ ટાઈટલ્સ જીત્યા છે. ફેડરરે કુલ 20 ગ્રાંડ સ્લૈમ જીત્યા છે. તે વધુમાં કહે છે કે 'હું મારી પત્ની અને બાળકોનો ખૂબ આભારી રહીશ. તેઓએ મારા કરિયરમાં મને સારો સપોર્ટ આપ્યો છે. હું માકા કોચ, મારા માતા-પિતા અને બહેનનો પણ ઘણો જ આભારી રહીશ. આ 24 વર્ષ મારા માટે 24 કલાક જેવા લાગ્યા છે.'​​​​​​​લેજેન્ડરી ટેનિસ સ્ટાર પ્લેયર રોજર ફેડરરનું કરિયર પણ લેજેન્ડરી રહ્યુ છે. તેણે પોતાના 24 વર્ષના કરિયરમાં 20 ગ્રાંડ સ્લૈમ જીત્યા છે. તેણે 2003માં પોતાનું પ્રથમ મેજર ટાઈટલ જીત્યુ હતુ. આ પછી તેણે 2018 સુધીમાં 20 ગ્રાંડ સ્લૈમ જીતી લીધા હતા. ફેડરરે 8 વાર વિંબલ્ડન જીત્યા છે. તો 6 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા છે. તેણે US ઓપન કુલ 5 વખત જીત્યા છે. અને ફ્રેન્ચ ઓપન 1 વાર જીત્યો છે. તેણે કુલ 8 વાર વિંબલ્ડન જીત્યા હોવાના કારણે, તેને ગ્રાસ કિંગ પણ કહેવામાં આવે છે.

Download Our B K News Today App



Related News