ગંદકીથી ખદબદતો હિંમતનગર પાલિકા નો વોર્ડ નંબર સાત.

  • Published By :
  • Published Date : 2022-09-16 17:31:56
  • Views : 246
  • Modified Date : 2022-09-16 17:31:56

હિંમતનગર શહેરના અનેક વિસ્તારો માં ગંદકી જોવા મળતી હોય છે જેને લઇને શહેરના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે હિંમતનગરના વોર્ડ નંબર સાતમાં ગટર ઉભરાઈ પાણી રોડ ઉપર ફરી રહ્યું છે સાથે ગંદકી પણ ખદ બધી રહી છે જેને લઇને સ્થાનિકો હાલતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા પાલિકાના ફરિયાદ નંબર પર તેમજ વોર્ડના જમાદાર અને સ્થાનિક કોર્પોરેટરની વારંવારની મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી નથી જોકે પાલિકા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા ઝુંબેશના મોટા મોટા બણગા ફૂંકી રહી છે પરંતુ પાલિકા પ્રશાસન દ્વારા વોર્ડ નંબર સાતની ગંદકી નજરે ચડતી નથી ત્યારે સ્થાનિક લોકો હાલ તો પરેશાન બની ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ વિસ્તારમાં આવેલ રામજી મંદિર અને મહાકાલી મંદિર આમ તો શહેરનું આસ્થા નું કેન્દ્ર છે પરંતુ તેની આજુબાજુ થયેલી આ ગંદકી પાલિકાને સત્તાધીશોની દેખાતી નથી જેને લઇને હાલ તો સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે એક તરફ સ્વચ્છતા ની વાતો અને બીજી તરફ ખદ બત્તી ગંદકી હવે પાલિકા સફારી જાગશે કે કેમ એક મોટો સવાલ છે

Download Our B K News Today App



Related News