ચહેરાનું સૌંદર્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 11:02:25
  • Views : 635
  • Modified Date : 2019-04-24 11:02:25

-એક ટી.સ્પૂન દૂધ, એક ટી.સ્પૂન  મધ અને એક ટી.સ્પૂન હળદર ભેળવીને ૧૫ થી ૨૦ મિનિટ ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ હુંફાળા પાણી  વડે ચહેરો ધોઈ લો.લસણની કળી છોલીને તેને વચ્ચેથી કાપો. હવે આ કળી ખીલ પર એવી રીતે ઘસો કે તેમાં રહેલું પ્રવાહી ખીલ પર બરાબર લાગે. તેને આખી રાત ચહેરા પર રહેવા દો. સવારના ટાઢા પાણીથી ચહેરો ધોઈ લો.મિક્સરમાં કાંદાના ટુકડા કરીને નાખો. હવે તેને પીસીને તેની પ્યુરી બનાવો. આ પ્યુરી ખીલ પર લગાવો. તેનાથી માત્ર ખીલ જ દૂર નથી થતા, પણ ચહેરા પર રહેલા ડાઘ-ધાબા પણ નીકળી જાય છે.ચહેરા પરથી ખીલના ડાઘ દૂર  કરવા  લીંબુ સમારીને મોઢા પર ઘસો.વિનેગર અને ગ્રીન ટી એકસમાન માત્રામાં ભેળવીને ચહેરા પર લગાવો. ખીલ માટે તે ઉત્તમ એન્ટિસેપ્ટિક ટોનર છે.બેકિંગ સોડાને પાણીમાં નાખીને મિક્સ કરો. ચહેરા પર લગાવીને સુકાવા દો, થોેડીવાર પછી હુંફાળા પાણીથી મોઢું ધોઈ લો.એસ્પિરરીનની ગોળીનો ભુકો કરી તેમાં પાણી નાખીને ચહેરા પર માસ્કની જેમ લગાવો. પાંચ મિનિટ પછી ચહેરો ધોઈ લો.એક સરખી માત્રામાં કાકડીનો રસ અને લીંબુનો રસ લો. તેમાં એક ચપટી હળદર નાખોે. આ મિશ્રણ બે અઠવાડિયા સુધી સાચવી રાખી શકાય છે. રોજ રાત્રે સુવાથી પહેલાં  ચહેરો ધોઈને આ મિશ્રણ ટોનરની જેમ લગાવો. સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો. એક  કેળું છુંદીને તેમાં એક ટી.સ્પૂન મધ નાખો.  આ મિશ્રણ ચહેરા પર લગાવો.જો તમારી ત્વચા તૈલીય હોય અને તમને બ્લેક  હેડ્સની સમસ્યા હોય તો દિવસમાં ત્રણેક  વખત હુંફાળા પાણી વડે મોઢું ધુઓ. આવા  કેસમાં હુંફાળુ પાણી ક્લિન્ઝરનું  કામ કરે છે.એક ટી.સ્પૂન મુલતાની માટી, અડધું ટી.સ્પૂન સંતરાની છાલનો પાવડર, એક ચપટી સફેદ ચંદન, એક ટી.સ્પૂન પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવી અડધા કલાક બાદ ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરા પરના બ્લેક હેડ્સ દૂર થશે અને ત્વચાનો રંગ પણ ખીલશે.કાચા બટેટાને છીણીને બ્લેક હેડ્સ પર ઘસો.  ૧૦ મિનિટ પછી ચહેરો  ધોઈ લો.એક ટી.સ્પૂન સાકરમાં  લીંબુના રસના  થોેડા ટીપાં નાખી બ્લેક હેડ્સ પર ઘસો.ઓલિવ ઓઈલ અને લીંબુના રસના થોેડાં ટીપાં મિક્સ કરીને બ્લેડ હેડ્સ પર ઘસો. થોેડીવાર પછી ધોઈ લો.બે- બે ટી.સ્પૂન દહીં, ઓટમીલ પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ પણ બ્લેક હેડ્સ પર કારગર પુરવાર થાય છે.સ્ટ્રોબેરીને છુંદીને તેમાં ચણાનો લોટ નાખી ઘટ્ટ પેસ્ટ બનાવો. આનો માસ્ક લગાવી સુકાવા  દો, સુકાઈ ગયા પછી ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લો. તેનાથી માત્ર બ્લેક હેડ્સ  જ  દૂર નથી થતા પણ ચહેરા પરના ડાઘ-ધાબા પણ સાફ થઈ જાય છે.નિયમિત રીતે ઓલિવ ઓઈલથી મસાજ કરવાથી બ્લેક હેડ્સ થતાં અટકે છે.

Download Our B K News Today App



Related News

મીઠા લીમડાનો આવી રીતે કરો...

  • by B.K.NEWS DAINIK
  • September 6, 2022, 1:11 pm
  • 327