માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - બંને બાળકના પિતા અલગ-અલગ

  • Published By :
  • Published Date : 2022-09-07 15:58:07
  • Views : 1207
  • Modified Date : 2022-09-07 15:58:07

     માતા બનવું એક સ્ત્રી માટે સૌથી મોટું સુખ માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર અસમંજસની સ્થિતિ ઊભી થાય છે. હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે એક 19 વર્ષીય યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ બાદમાં જે થયું એ ચોંકાવનારું હતું. માણસ અને તેના શરીર સાથે જોડાયેલી અમુક એવી વસ્તુઓ છે, જેનાથી ઘણીવાર મેડિકલ સાયન્સથી જોડાયેલા લોકો પણ અચંબા મુકાઈ જાય છે. ઘણીવાર તો એવી ઘટનાઓ બને છે, જે સાંભળીને લોકો દંગ રહી જાય છે.

   પોર્ટુગલમાં રહેતી એક 19 વર્ષીય છોકરીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ સમય જતાં બાળકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવતાં માતા ચોંકી ગઈ હતી. ડીએનએ ટેસ્ટમાં બંને બાળકના અલગ-અલગ પિતા હોવાની માહિતી મળી હતી. આ પ્રકારના દુનિયામાં ફક્ત 20 જ કેસ હોય, જેમાં જોડિયા બાળકોના પિતા અલગ-અલગ હોય. આ પ્રકારની ઘટનાને મેડિકલની ભાષામાં હેટેરોપેરેન્ટલ સુપરફેકયુડેશન (Heteroparental Super fecundation) કહેવામાં આવે છે.

બાળકા જોડિયા, પણ પિતા અલગ-અલગ
   પોર્ટુગલના ગોઇયાસ સ્ટેટના નાનકડા શહેર Mineirosની રહેવાસી 19 વર્ષીય યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકોના પિતા તરીકે યુવતીએ જે વ્યક્તિનું નામ આપ્યું હતું તે વ્યક્તિને બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આગ્રહ હતો. જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે બે બાળક પૈકી એક બાળકનો જ પિતા છે, જ્યારે બીજા બાળક સાથે ડીએન મેચ થયું નથી. બાળકોનો દેખાવ પણ એકબીજા સાથે ઘણો મળતો આવે છે. આ સ્થિતિમાં તેમની માતાને ખ્યાલ નહોતો કે બંને બાળકોના પિતા અલગ હોઈ શકે છે. બાળકોની ઓળખ 8 મહિનાની ઉંમર બાદ થઈ હતી અને હાલમાં તે બાળકો દોઢ વર્ષના થઈ ગયાં છે.

આ પ્રકારના દુનિયામાં છે ફક્ત આટલા જ કેસ
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, જોડિયા બાળકોને જન્મ આપનારી યુવતી કહે છે કે તે એકસાથે બે લોકો સાથે રિલેશનશિપમાં હતી. આ જ કારણ છે કે આ ઘટના તેની સાથે ઘટી છે. એ મુજબ ડીએનએના રિઝલ્ટ આવ્યું એ જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જન્મ પ્રમાણપત્રમાં બાળકોના પિતાના નામે હજી પણ તે જ વ્યક્તિનું નામ છે અને તે વ્યક્તિ બંને બાળકોનો ઉછેર પણ કરે છે. ડો.તુલિયો જોર્જ ફ્રાન્કોના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં હેટેરોપેરેન્ટલ સુપરફેકયુડેશનનો આ 20મો કેસ છે. પોર્ટુગીઝ ન્યૂઝ આઉટલેટ જી1 અનુસાર, આ પ્રકારની પ્રેગ્નન્સી ત્યારે થાય છે જ્યારે માતાના એગ્સ બે જુદા જુદા પુરુષોના સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ થાય છે.

Download Our B K News Today App



Related News