ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 11:18:45
  • Views : 365
  • Modified Date : 2022-10-07 11:18:45

    ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા દુધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં મહીલાઓ હાજર રહી હતી. બનાસડેરી દ્વારા મહીલાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા તેમજ મહીલા જાગૃતી માટેની વાત કરવામાં આવી હતી. તેમજ પશુપાલકોને લમ્પીમાં જે પશુઓને અસર થયેલ છે તેમના માટે બનાસડેરી દ્વારા નવા દાણ પણ બનાવવામાં આવ્યા છે. તે બાબતે પણ પશુપાલકોને જાણ કરવામાં આવી હતી. તેમજ જે લોકોના પશુઓ મરણ ગયેલ છે તેમના માટે પણ દુખ વ્યક્ત કર્યુ હતું.બનાસડેરી દ્વારા ધાનેરાની કે.આર.આંજણા આર્ટેસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દુધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.દિપ પ્રાગટ્યથી લઇને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ મહીલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા બનાસડેરી દ્વારા હાલમાં ચાલતી વિવિધ કામગીરી તેમજ આગામી સમયમાં પશુપાલકો માટે કરવામાં આવનાર કામગીરી માટે લોકોને જાણકારી આપવામાં આવી હતી. તેમજ તેઓએ પશુપાલકોને પોતાની દેશી ગાય કેવી રીતે વધારે દુધ આપશે તેની ટેક્નોલોજી બાબતે પણ ખાસ ચર્ચા કરી હતી. હાલમાં સૌથી વધારે દુધ આપતી ગાયનું ઇન્ડુ લેવામાં આવશે ને તેનુ ફલીકરણ કરીને તે બીજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે અને હાલમાં સમગ્ર ભારતમાં સૌ પ્રથમ ઉપયોગ બનાસડેરી દ્વારા કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં હાલ ૧૯ જેટલા ગાયમાં મુકેલ છે. જેમાં ૫ ગાયની ડીલીવરીઓ પણ થયેલ છે, આ પ્રયોગ સફળ થયો છે. જેથી આગામી સમયમાં સારી દુધ આપનાર ગાયો મળશે. તેમજ  ગાય ભેસના છાણ બાબતે પણ બનાસડેરી દ્વારા થોડા સમયમાં ધાનેરાના થાવર ગામે પ્લાન્ટ નાંખવામાં આવશે. વધુમાં શંકરભાઇ ચૌધરીએ જણાવેલ કે હું ડેરીમાંથી ગાડીનું ડીઝલ કે એક રુપિયો પણ ખર્ચનો લેતો નથી કેમકે આ પશુપાલકોના ખુન પસીનાનો રુપિયો છે. જેથી બીજા પણ તમામ મિત્રોને અપિલ કરુ છું કે જે પણ લોકો આ પશુપાલકોના દુધના રુપિયા ખાય છે તે કયારેય સુખી થતા નથી તેના પરીવારમાં દેખજાે કોઇ સુખી નહી હોય માટૅ કોઇ દુધનો રુપિયો ખાવાનો વિચાર પણ ના કરતા નહી તો કુદરત પણ માફ નહી કરે.આ કાર્યક્રમમાં બનાસડેરીના ડીરેકટર જાેઇતાભાઇ પટેલ,પૂર્વમંત્રી હરજીવનભાઇ પટેલ, સંસ્થાના પ્રમુખ રાયમલભાઇ પટેલ, ભગવાનદાસ પટેલ, ભુરાભાઇ પટેલ, રેસાભાઇ પટેલ, રત્નાકાકા, તેમજ તમામ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News