રાજપૂત સમાજમાં ડોક્ટરેટની પહેલી ડીગ્રી મેળવતા પાયલબા ચાવડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 15:57:09
  • Views : 6033
  • Modified Date : 2020-12-25 15:57:09

દિકરા પ્રધાન દેશમાં દિકરીઓનુ મહત્વ ઓછુ આપવામાં આવે છે. પહેલા દિકરીઓને શાળાએ જ મોકલવામાં આવતા ન હતા. રાજપૂત સમાજ જેવા રૂઢીચૂસ્ત સમાજમાં તો દિકરીને ઘરની બહાર નિકળવા માટે પણ પરિવારજનોની મંજૂરી મેળવવી પડે તેવી સ્થિતિ હતી. ત્યારે એક દિકરી ડોક્ટરેટની ડીગ્રી મેળવે તે વિચારવુ જ રહ્યુ. ગાંધીનગર રાજપૂત સમાજના મોભીના દિકરી રાજપૂત સમાજમાં પીએચડી કરનાર પહેલા દિકરી બન્યા છે. 




    દિકરીને સાપનો ભારો સમજવામા આવે છે. પરંતુ ૨૧મી સદીમાં દિકરી સાપનો ભારો નહિ, પરંતુ તુલસીનો ક્યારો બની છે. દિકરી એક નહિ પરંતુ ત્રણ કુળ તારે છે.  ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણામના દિકરી પાયલબા ચાવડાએ લગ્ન બાદ સાસરીમાં પતિ, સાસુ, સસરાના સહયોગથી કોમર્સમાં પીએચડીની પદવી મેળવી પિતા, સસરા અને રાજપૂત સમાજનુ ગૌરવ વધાર્યુ છે.

Download Our B K News Today App



Related News