બીજાની ખરાબ આદતો દૂર કરવાના પ્રયત્નો કરો, ખરાબ વ્યક્તિનો નાશ કરવો એ એક હિંસા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 17:21:34
  • Views : 665
  • Modified Date : 2020-12-17 17:21:34

    મહાત્મા ગાંધીના આશ્રમમાં રોજ ઘણા લોકો આવતા હતા. બધા એકબીજા પર વિશ્વાસ કરતા હતા આથી આશ્રમમાં વાતાવરણ સારું હતું. એક દિવસે આશ્રમના લોકોએ એક વ્યક્તિને ચોરી કરતા પકડી હતી. ત્યારે તે લોકોએ વિચાર્યું કે આ ચોરને ગાંધીજી સામે રજૂ કરવો જોઈએ.બધા ચોરને લઈને ગાંધીજી પાસે પહોચ્યાં. તે સમયે ગાંધીજી નાસ્તો કરી રહ્યા હતા. લોકોએ ચોર વિશે જણાવતા કહ્યું, આ વ્યક્તિ ખબર નહિ આશ્રમમાં કેટલા સમયથી ચોરી કરવા લાગી, તમે યોગ્ય દંડ આપો.ગાંધીજીએ નાસ્તો ના કર્યો અને ચોરને ઉપરથી નીચે જોઇને કહ્યું, તમે લોકોએ આને પકડી લીધો છે તે યોગ્ય છે, પણ શું તમે એને પૂછ્યું કે તેણે નાસ્તો કર્યો કે નહિ?આ સાંભળીને ચોર ચોંકી ગયો, ત્યાં ઉભેલા લોકોને પણ આ સાંભળીને આંચકો લાગ્યો કે એક ચોરને ગાંધીજી નાસ્તો કરાવવાની વાત કરી રહ્યા છે. આશ્રમના કેટલાક લોકો ગાંધીજીને સમજતા હતા કે તેઓ મુશ્કેલીઓનું નિરાકરણ અલગ રીતે જ લાવે છે. ગાંધીજીએ કહ્યું, તમે બધા પહેલા એક કામ કરો, આને નાસ્તો કરાવો એ પછી કોઈ નિર્ણય કરીએ.લોકોએ કહ્યું, બાપુ આ તો વળી કેવો દંડ? એક ચોરને કેવી રીતે નાસ્તો કરાવી શકીએ?ગાંધીજીએ જવાબ આપ્યો, સૌપ્રથમ તે એક મનુષ્ય છે. તેનું પેટ ભરો. ભૂખ પ્રમાણિક અને ચોર એમ બંને લોકોને લાગે છે. અપરાધીને પણ લાગશે અને સજા આપનારા લોકોને પણ લાગશે. હવે આ આપણા બંધનમાં છે, તેની ખાવા-પીવાની જવાબદારી આપણી છે. જ્યારે તેનું પેટ ભરાઈ જશે ત્યાં પૂછીશું કે તેણે આવું કેમ કર્યું અને પછી સજા આપીશું.

    તે દિવસે ગાંધીજીએ આશ્રમના લોકોને સીખ આપી કે, આપણે દુષ્ટતાનો નાશ કરવો જોઈએ, ખરાબ વ્યક્તિનો નહિ. ખરાબ કામનું કારણ સમજી લઈશું તો ખરાબ વ્યક્તિને પણ સરળતાથી સુધારી શકાય છે.

Download Our B K News Today App



Related News